વલસાડમાં દારૂ ભરેલ કાર પલટતા ચાલતા રાહદારીઓ આવતા ગયા અને મનફાવે તેવી બાટલીઓ લઈ ચાલતી પકડી

કારમાં સવાર શખ્સો દારૂ ભરેલ કાર મૂકીને જ સ્થળ પરથી નાસી ગયા હતા.પોલીસ પહોંચી ત્યારે કારમાંથી દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવી હતી. વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર આજે ધોળા દિવસે દારૂ ની લીલા લહેર જોવા મળી હતી.દમણથી સુરત જતી ક્રેટા કાર પલટી જતાં માર્ગ પર દારૂની અને બિયર બોટલો છવાઈ ગઈ હતી. પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો આ દારૂની બોટલો લઈને ચાલતા થયા હતા.

જેનો વીડિયો હાલમાં જ વાયરલ થયો છે. દારૂના નશામાં ધૂત ડ્રાઈવરો ઉપરાંત પોલીસ વીડિયોમાં દેખાતા લોકો સામે પણ કાર્યવાહી કરી રહી છે. GJ05-GO-7205નંબરની ક્રેટા કાર દમણથી ડુંગરી નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. ડુંગરી બ્રિજ પરથી ઉતરતી વખતે કાર કોઈ કારણસર ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ હતી. કારમાં સવાર શખ્સો મોટી માત્રામાં દારૂનો જથ્થો મુકીને નાસી ગયા હતા.

રસ્તા પર દારૂનો ધમધમાટ થતાં જ કેટલાક રાહદારીઓ સ્થળ પર કૂદી પડ્યા હતા અને બને તેટલી બોટલો પડાવી લીધી હતી. લોકો પોલીસના ડર વગર દારૂની બોટલો માટે દોડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વિડિઓ વાયરલ થયો છે. 20 થી વધુ લોકો દારૂની બોટલો લઇ જતા જોવા મળે છે. મોડેથી પહોંચેલા કેટલાક લોકો કારની અંદર ડોકિયું કરતા પણ જોવા મળ્યા હતા. તેથી જો અંદર એક કે બે બોટલ બાકી હોય, તો તે પણ સાથે લઇ જઈ શકે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો હસી રહ્યા છે. સાથે જ દારૂ વિરોધી કાયદા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *