ઓહો હો!! જબરું કહેવાય,વરરાજાએ એટલો ડાન્સ કર્યો કે દુલ્હનના પિતા ગુસ્સે થઈને દુલ્હનના લગ્ન તેના મિત્ર સાથે કરાવી દીધા

મંડપ તૈયાર હતો, ડીજે વાગી રહ્યો હતો, જાન છોકરીના ઘરે આવી પોંહચી હતી. વર નીચે ઉતર્યો અને તેના મિત્રો સાથે નાચવા લાગ્યો. ડીજે ની ધૂન પર તેમનો ડાન્સ એટલો લાંબો ચાલ્યો કે છોકરીના પિતા ગુસ્સે થઈ ગયા અને લગ્નમાં આવેલા બીજા છોકરાને બોલાવીને તેમની દીકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા.

આ સ્ટોરી ભલે ફિલ્મ જેવી લાગે પણ આ હકીકત છે. મામલો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનો છે. યુવતીના પિતાનો આરોપ છે કે વરરાજા દારૂના નશામાં હતો તેથી તેણે તેની પુત્રીના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા.

છોકરીના પિતાએ એમ પણ કહ્યું કે મુહૂર્ત પછી જાન સાંજે 4 વાગ્યે પોંહચી હતી અને વરરાજા એ અને તેમના મિત્રો એ 8 વાગ્યા સુધી ડાન્સ કર્યો. મોડા આવવાનું કારણ પૂછતાં જાનૈયામાં બોલાચાલી થઈ હતી. આ પછી છોકરીઓએ વરરાજા સહિત તેમના મિત્રો ને માર માર્યો અને તેમને ખવડાવ્યા વિના જ ભગાડી દીધા હતા.

લગ્ન બાદ હવે યુવતીનો પરિવાર ઘણો ખુશ છે. પિતાએ કહ્યું કે જાન ગેટ પર આવી છે અને જો લગ્ન નહીં થાય તો પરિવારની બદનામી થશે. મામલો પંચાયત સુધી પહોંચ્યો અને અંતે નક્કી થયું કે છોકરીના લગ્ન એ જ મંડપ માં થશે પરંતુ કોઈ અન્ય સાથે થશે. આ પછી તપાસ શરૂ કરવામાં આવી અને આ વાતની જાણ થતાં જ એક યુવક યુવતીના પિતા ને ગમી ગયો અને પિતાએ તે યુવક સાથે વાત કરી અને યુવક લગ્ન માટે સંમત થયો. આ યુવક- અને યુવતી પેહલા થી જ સારા મિત્રો છે.

કન્યા બીજા કોઈ સાથે લગ્ન કરીને ખુશ છે..દુલ્હન પ્રિયંકા બીજા વરને લઈને ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે સારું છે કે લગ્ન પહેલા જ ખબર પડી ગઈ હતી કે વરરાજા દારૂ પી રહ્યો છે. તે નાચતો હતો અને હું કલાકો સુધી વરમાળા લઈને ઉંભી રહી હતી. અમારો આખો પરિવાર તેના વર્તનથી હેરાન હતો. સદનસીબે હકીકત બહાર આવી.

ગેટ પરથી પાછા મોકલેલા વરરાજાએ બીજા દિવસે બીજી છોકરી સાથે લગ્ન કર્યા. લગ્નના ગેટ પરથી પાછા મોકલેલા વરરાજા એ બીજા દિવસે જ લગ્ન કરી લીધા હતું. જો કે, તેણે લગ્ન પહેલા ડાન્સ કર્યો ન હતો અને ન તો તેના મિત્રો કે સંબંધીઓ દારૂ પીતા હતા. વરરાજાએ કહ્યું કે ત્યાં જ આપણા લગ્ન થાય છે જ્યાં ભગવાન એ જોડી બનાવી હોય.

Leave a Reply

Your email address will not be published.