સમાચાર

હવામાન વિભાગના નિષ્ણાતોની આગાહી, વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થઇ રહ્યો છે, જાણો ક્યાં વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડશે

વરસાદની વાત કરીએ તો હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે. સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો અમરેલી જામનગર ભાવનગર જૂનાગઢ બોટાદ ગીર સોમનાથમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, વલસાડ ડાંગ વગેરે જિલ્લાઓમાં પણ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે વિસ્તારોમાં હજુ સુધી ચોમાસાની શરૂઆત થઈ નથી તે વિસ્તારોમાં પણ હવે આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, વેરાવળ, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે જેમાં સૌથી વધારે ભાવનગર અને અમરેલી માં જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી અને વલસાડ ના કેટલાક ગામોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

તેમજ અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે.ત્યાર બાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ,નડિયાદ,ખેડા, આણંદ તેમજ વડોદરામાં પણ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આજે કોઈ જ પ્રકારના વરસાદી ઝાપટા થવાની સંભાવના નથી.

હવામાન વિભાગનું કહેવું છે કે 18 જૂન બાદ વરસાદનો નવો રાઉન્ડ આવશે. 18 તારીખ પછી ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે. હાલમાં અરબી સમુદ્ર તેમજ બંગાળાની ખાડી વરસાદના પરિબળોને લઈને ડીએક્ટિવ જોવા મળી છે. પરંતુ 18 તારીખ બાદ બંગાળાની ખાડી અને અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ એક્ટિવ હશે જેને કારણે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે.

જુન મહિનાના છેલ્લા બે વિકમાં ખેડૂતો માટે સારા સમાચાર છે જેમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે. એટલે કે ગુજરાતમાં 19 તારીખ બાદ સત્તાવાર ચોમાસુ ચાલુ થઇ જશે. હાલના સમયની વાત કરીએ તો બે ત્રણ દિવસ વરસાદ જોવા મળશે પરંતુ વધારે પડતો જોવા મળે નહીં.

Leave a Reply

Your email address will not be published.