હવામાન વિભાગે તો આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું, વરસાદ હવે ભુક્કા બોલાવવા તૈયાર થઈ રહ્યો છે આ વિસ્તાર ખાસ ધ્યાન આપે…

રાજ્યમાં છેલ્લા દસ-બાર દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે હવામાન વિભાગ પણ અત્યારે જાગ્યું છે અને હવામાન વિભાગે મોટી આગાહી જાહેર કરી છે.

દોસ્તો તમને જણાવી દે તો પહેલા હવામાન વિભાગે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી સાવ નહિવત પ્રમાણમાં કરી હતી કહીએ તો ભારે વરસાદની આગાહી છે જ નહીં તે રીતે જણાવ્યું હતું અને સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવું કહ્યું હતું પરંતુ અત્યારે હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે નવી આગાહી જાહેર કરી છે અને રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવી પડી છે.

રાજ્યના અત્યારે 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તાપી વલસાડ ડાંગ નર્મદા નવસારી સુરત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ 6 ઓગસ્ટ ના રોજ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે સાથે સાથે 7 ઓગસ્ટના રોજ પણ પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

જો વિગતવાર વાત કરવામાં આવે તો છ ઓગસ્ટ ના રોજ રાજ્યના સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગીર સોમનાથ તથા નવસારી વલસાડ સુરત જવા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને 7 ઓગસ્ટના રોજ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લા તાલુકાઓમાં મેઘરાજા પોતાની કહે વર્ષાવી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

8 ઓગસ્ટ ના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી જુનાગઢ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરાય છે અને આના આધારે ઓરેન્જ પણ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે પોરબંદર રાજકોટ સુરત વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા ની સાથે આગાહી જાહેર કરાય છે.

Leave a Reply

Your email address will not be published.