વરસાદ રક્ષાબંધન બગાડશે તે પાકું… આગામી ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી… જાણો કયા કયા વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકશે…

આજે મા અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્રીજા રાઉન્ડમાં પણ ખૂબ જ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે જ્યારે બીજી તરફ આવે આગામી પાંચ દિવસ લઈને વરસાદની આગાહી જાહેર કરી દીધી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે આ બાજુ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં મધ્યમથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

આ સાથે 9 ઓગસ્ટ અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં બહેને જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું કે આગામી 24 કલાક હળવા થી લઈને ભારે વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે જ્યારે અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *