આ વર્ષે વરસાદ એટલો નોંધાયો કે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, જળાશયોનો સપાટી પહોચી આટલે…

હવામાન વિભાગ ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે, સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે થી અતિ ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આજે અને કાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતાઓ છે.

જો અમદાવાદ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદમાં આજે અને કાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર એ છે કે છેલ્લા આઠ વર્ષમાં થી આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે ખેતીના પાક માટે પાણીનો પુરવઠો મળી શકે છે. અને તેની ચિંતા થી ખેડૂત ભાઈઓને છુટકારો મળી શકે છે.

જો અત્યારના લેટેસ્ટ આંકડાઓની વાત કરે તો સમગ્ર રાજ્યમાં હાલ આખી સિઝનનો 43 ટકા વરસાદ વરસી ચુક્યો છે માત્ર છેલ્લા દસ દિવસમાં જ સમગ્ર રાજ્યમાં 33% જેટલો વરસાદ ખાબક્યો છે અને જે અત્યાર સુધી ના આઠ વર્ષનો સૌથી વધુ વરસાદ છે રાજ્યમાં બાર દિવસમાં સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જો ગયા વર્ષની સરખામણીએ કરીએ તો અત્યારે 25% વધારે વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છ વિસ્તારની વાત કરે તો કચ્છમાં તો ગયા વર્ષ કરતા ડબલ વરસાદ નોંધાયો છે જેમાં 58% સુધીનો વધુ વરસાદ ની નોંધણી થઈ છે. 15 તાલુકામાં 40 ઇંચ કરતાં વધુ વરસાદ ની નોંધણી થઈ છે.

તમને હાલ અત્યારે ગુજરાતના ડેમ અને જણાવશો અને જથ્થાની વાત કરે તો ગુજરાતની મોટી જીવા દોરી સમાન નર્મદા ડેમની સપાટી માં અત્યારે 48 ટકાનો જથ્થો નોંધાયો છે સરદાર સરોવર ડેમમાં ત્યારે પાણીના સંગ્રહની વાત કરીએ તો 1,59,404 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જેમાં એક સપ્તાહમાં સાત ટકા જેટલો વધારો થઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.