વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી એક વખત મેઘરાજા આ વિસ્તારમાં મન મૂકીને વરસશે…

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં હળવા થી લઈને મધ્યમ વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

જ્યારે મધ્ય ગુજરાત અને અમદાવાદની વાત કરીએ તો ત્યાં છુટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે જ્યારે દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ તો હવામાન વિભાગના અધિકારી એવા મનોરમાં બહેન મોહનતી આગામી ચાર દિવસ વરસાદને લઈને આગાહી જાહેર કરી છે.

જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી ચાર દિવસ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. સમગ્ર રાજ્યમાં તાપમાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન અત્યારે 35 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાઈ રહ્યું છે.

રાજ્યમાં આગામી દિવસોમાં સારા એવા વરસાદની એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે નિષ્ણાતોનું કહેવું છે કે આ મહિને પણ વરસાદ સારો એવો નોંધાઈ શકે તેવી શક્યતા છે વરસાદી સક્રિય સિસ્ટમ અત્યારે સક્રિય નથી પરંતુ થોડા જ દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જશે.

હવામાન વિભાગે આગાહી જાહેર કરતા જ ખેડૂતોમાં એક ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે, તમને જણાવી દઈએ તો આ વખતે ખેડૂતો માટે પાણી ઘટવાના કોઈ પણ પ્રશ્ન ઊભા નહીં થાય કારણ કે જૂન જુલાઈ મહિનામાં એકલો વરસાદ પડ્યો છે કે અત્યારે સમગ્ર રાજ્યના 55 થી વધારે ડેમો હાયરેટ ઉપર છે જેમાં ડેમની સપાટી 90 થી સો ટકા થઈ હોય.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે હાલમાં રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે તમને જણાવી દઈએ તો વરસાદ નો મોટો આગામી રાઉન્ડ 4 ઓગસ્ટ થી શરૂ થઈ રહ્યું છે જ્યાં સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.