ભાર ઉનાળામાં વરસાદી વાવાઝોડું: અમરેલી સહીત કેટલાય ગામોમાં ઘમાકેદાર મેઘરાજાની બેટીંગ

આગામી ત્રણ દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેથી બજારે વેપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે.

સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે.એકાએક ગરમીના મોજા વચ્ચે આજે બપોર બાદ અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડું આવ્યું છે. જે બાદ અડસાંગ, થોરડી, ઘનશ્યામનગર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપલવા ગામમાં પણ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજુલાના ગામ ધુડીયા આગરીયા, મોટા આગરીયા, નવા આગરીયામાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. ઉનાળા દરમિયાન ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આગામી ત્રણ દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેથી બજારે વેપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે.

નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોએ ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં વૈશાખ મહિનો બરોબર તેનો રંગ જમાવી રહ્યો છે.એટલું જ નહીં, ગરમ લુ અને ધૂળ સાથે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે.. હવામાન વિભાગે આજે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કચ્છ અને કંડલામાં હીટવેવની સ્થિતિની આગાહી કરી છે.જ્યારે કાંઠા વિસ્તારના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *