રાજ્યમાં ગણતરીના કલાકોમાં જ વરસાદ પડવાની હવામાનની આગાહી, આ વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી વાતાવરણ
ગુજરાતમાં ટૂંક સમયમાં જ આકરી ગરમીમાંથી રાહત મળશે. કારણ કે,ગુજરાતમાં વરસાદના કલાકો ગણવાનું શરૂ કરો. કારણ કે, ગુજરાતમાં 25 મેના રોજ વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં 25 મેના રોજ સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની છે. દક્ષિણ ગુજરાતમાં 25 મેના રોજ સામાન્ય વરસાદની સંભાવના છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં નિયમિત ચોમાસાની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવા લાગ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે.
બંને જિલ્લામાં આકાશ વાદળછાયું છે. જે વાતાવરણની પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો સંકેત છે. હિમતનગરમાં સવારથી આકાશ વાદળછાયું છે. ગત રાત્રિથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જે સવારે પણ જોવા મળ્યો હતો. ઉનાળાની વચ્ચે હવામાં ઠંડક પ્રસરી છે. આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું છે. પાલનપુર, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
આકાશ વાદળોથી ઢંકાયેલું છે અને પવનની સીટી સાથે વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં અચાનક આવેલા બદલાવ સાથે ખેડૂતોનું જીવન જોડાયેલું છે. સાથે જ દિવસમાં જોરદાર ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. ઉનાળાની ઋતુમાં વરસાદનું વાતાવરણ સર્જાતા જનજીવન આનંદથી ભરેલું જોવા મળ્યું હતું. આ સાથે જ ગુજરાતની જનતાને આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જો કે હાલ રાજ્યમાં હીટવેવની કોઈ શક્યતા નથી. દક્ષિણ-પશ્ચિમના પવનથી ગરમીમાં રાહત મળશે.