વરસાદે ધોરાજી પંથકમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, વરસાદ એટલા ભુક્કા કાઢ્યા કે…

રાજ્યમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થયા છે અનરાધાર વરસાદી માહોલ થી કુદરતી સૌંદર્ય ચારે બાજુથી ખીલી ઉઠ્યું છે અત્યારે ધોરાજી પાટણ વાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદને કારણે ઓસમ ડુંગર ઉપરથી ધોધ વઈ રહ્યો છે અને આ અદભુત દ્રશ્યો હાલ ત્યાં સર્જાયા છે.

વરસાદથી આસમ ડુંગર અત્યારે લીલો છમ હરિયાળી ઉઠ્યો છે અને ત્યાં ડુંગરના ધોધ નો અદભુત નજારો જોઈને લોકો પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કરી રહ્યા છે થોડા દિવસ પહેલા જ ધોરાજીમાં ધોધમાર વરસાદથી મોસમ ડુંગર પર ધોધ વહી રહ્યો હતો આ ડુંગર પર એક ભવ્ય મહાદેવ નું મંદિર પણ આવેલું છે જેનું નામ સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે.

અહીં પર્યટક સ્થળ પણ આવેલ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ચારો દ બાજુથી ખીલી ઉઠે છે હાલ અત્યારે ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદને નયન મન નજારા થી જોવા મળી રહ્યો છે જે આપણે ફોટાઓમાં જોઈ શકીએ છીએ. ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે એક ક્ષેત્ર બની ગયું છે આસપાસના વિસ્તારોમાં આ ડુંગર ખૂબ જ પ્રખ્યાત છે.

મોસમ ડુંગર તહેવારોની સિઝનમાં લોકો અહીંયા મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે ધોરાજી ઓસમ ડુંગરે હિમાચલ પ્રદેશ જેવી હરિયાળી જેવો નજારો ત્યારે જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ તો ધોરાજી તાલુકામાં પાટણવાવ ગામ ખાતે માતરી માતાજીનું મંદિર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર હિંડબાનો હિચકો તળાવ સહિત જૈન ધર્મની અસ્થાઈ ધાર્મિક જગ્યાઓ પણ અહીં આવેલી છે.

પાટણવાવ નજીક આવેલો આ ઓસમ ડુંગર મહાભારત કાલના અનેક અવશેષો અહીં જોવા મળે છે ભીમ અને હેડીંબા અહીં એક સાથે રહેતા હતા અને ઓમ આકારનો પર્વત દેખાતા ઓમ વતા સમ એટલે ઓસમ પર્વતનું નામ પાડ્યું હતું. જ્યાં આ ડુંગર ની કળા સોળે ખીલે ત્યારે આના દ્રશ્ય ખૂબ જ લોભાવના હોય છે તે ખૂબ જ અહલાદક દ્રશ્યો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *