સમાચાર

વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો માટે ખુશીના સમાચાર

વરસાદને હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. જેના કારણે વાતાવરણ ભેજવાળું જોવા મળશે. વાતાવરણમાં ભેજ હોવાથી વરસાદ પડવાની સંભાવના બતાવવામાં આવી છે.

વલસાડ,નવસારી તેમજ દમણમાં આઠ તારીખે વરસાદ વરસવાની સંભાવના બતાવવામાં આવી છે. ઠંડર એક્ટીવીટી ના કારણે લોકોને દરિયામા નાહવાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત અમરેલી ગીર સોમનાથ માં પણ વરસાદ વરસી શકે છે. લગભગ ગુજરાતમાં આઠ તારીખ બાદ વરસાદ આવી શકે છે આથી 6 તારીખ બાદ ગુજરાતમાં ઠંડક જોવા મળશે.

ગરમીનું પ્રમાણ ઓછું થશે તેથી લોકોને ગરમી માંથી રાહત થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો પણ હવે તેમની પ્રિમોન્સૂન એક્ટીવીટી હવે શરૂ કરી શકે છે. લગભગ આઠ તારીખ બાદ વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે. એક બાજુ વરસાદ આવવાની સંભાવના બતાવવામાં આવી છે અને બીજી બાજુ આણંદના ખંભાત ગામ માં મહારાજા સોસાયટી માં છેલ્લા ૨૦ વર્ષથી પાણીની તંગી જોવા મળી હતી.

જેમ તેમ કરીને પાણી પૂર્ણ કરતા રહીશો રોષે ભરાયા હતા અને પાણી આપો પાણી આપો ના નારા લગાવ્યા હતા. ત્યાંના રહીશોએ કહેવું છે કે છેલ્લા ૨૦ વર્ષથી અહીં પાણીની તંગી છે. નિત્યાનંદ મંદિરની બાજુમાં આવેલા હેડ પંપ જે ઘરથી પોણો કિલોમીટર દૂર છે ત્યાં તેઓને અને તેમના બાળકોને ચાલીને પાણી લેવા જવું પડે છે. પાણી લેવા જવા વચ્ચે રેલવે ટ્રેક પર નડે છે જેથી રહીશોને તેમના બાળકોની પણ ખુબ જ ચિંતા થાય છે ક્યા કોઈ ટ્રેનની અડફેટે આવી ન જાય.

મહારાજા સોસાયટી ની બહેનો મળીને નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન અને રજૂઆત કરી હતી કે તેઓ જલ્દી પાણીની તંગી દૂર કરે. અને પાણી આપો,પાણી આપો નારા લગાવીને તેમનો રોષ જાહેર કર્યો હતો. ખંભાત નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન શાહે જણાવ્યું છે કે ત્યાં વારંવાર અમે ટેન્કર મોકલીએ છીએ. પરંતુ રહીશોનું કહેવું છે કે હજુ સુધી પાણીની તંગી દૂર થઈ નથી. હવે જોવાનું એ રહ્યું કે આ પાણીની તંગી દૂર થાય છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.