હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખે રાજ્યમાં ફૂફાડા નાખે તેવો વરસાદ પડશે, આ વિસ્તારના લોકો ખાસ…

રાજ્યમાં ગરમીમાંથી આંશિક રાહત મળશે. આ સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે. જેમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન ગતિવિધિઓ શરૂ થશે. 25મીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેથી સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના છે. રાજ્યમાં પ્રિ-મોન્સુન ગતિવિધિઓ શરૂ થશે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના છે. અને નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

તો આજે સવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહેશે. જેમાં કાળા ડીબોંગ વાદળોને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સાથે જ પવનના સુસવાટા ફૂંકાતા સામાન્ય ખેડૂતોને હાલાકી ભોગવવી પડી છે. અને આંબા આંબાથી અડધોઅડધ નીચે પડવા લાગ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં 25 મેના રોજ વરસાદની આગાહી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવા લાગ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. બંને જિલ્લામાં આકાશ વાદળછાયું છે. જે વાતાવરણની પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો સંકેત છે. હિમતનગરમાં સવારથી આકાશ વાદળછાયું છે. ગત રાત્રિથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જે સવારે પણ જોવા મળ્યો હતો. ઉનાળાની વચ્ચે હવામાં ઠંડક પ્રસરી છે. આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *