અંબાલાલ પટેલ વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી, જાણો કયા કયા વિસ્તારોમાં આંધી વંટોળ- ભારે વરસાદ પડશે…

હવામાન વિભાગના નિષ્ણાંત દેવા અંબાલાલભાઈ પટેલ ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી છે અંબાલાલભાઈ પટેલે જણાવ્યું કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 24 થી 28 તારીખ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 24 જુલાઈ થી લઈને 30 જુલાઈ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ દિવસોની વચ્ચે ઝડપી પવન પણ ફુંકાશે. ધીમે ધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

22 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી વિવિધ છેલ્લા તાલુકાઓમાં મધ્યમ થી લઈને અતિ ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આ સાથે વધુમાં જણાવ્યું કે 24 જુલાઈ થી લઈને 26 જુલાઈ દરમિયાન દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ ત્રણ દિવસની મોટી આગાહી જાહેર કરવામાં આવી છે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધમાકેદાર વરસાદ વરસવાની આગાહી જોવા મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 જુલાઈથી વરસાદનું ધીમે ધીમે ચોર ઘટશે પરંતુ સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાય છે.

બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છમાં તો હાલ અત્યારે રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. 24 જુલાઈ થી જામનગર કચ્છ દ્વારકામાં ભારે વરસાદ પડવાની સંભાવના ને કારણે રેડ એલર્ટ પણ આ જિલ્લાઓમાં જાહેર કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *