હવામાન વિભાગની આગહી સાચી!! આ જિલ્લામાં પડ્યો વરસાદ, રસ્તા પર પાણી-પાણી

અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. થોડીવાર માટે ઝરમર વરસાદ વરસતાં શહેરના રસ્તા ભીના થઈ ગયા હતા. જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગે માવઠાની આગાહી કરેલી છે. જે મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે.

તો ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો. આ તરફ કચ્છના રાપર તાલુકામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. રાપરના ખેંગારપર, કુડા ,રામવાવ અને જામપર, સુવઇ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાની માહિતી આવી છે. ત્યારે મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા તો વધારી જ છે સાથે જ રાપરમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

ઉત્તર ગુજરાત માં પણ જોવા મળ્યો વરસાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે કમોસમી વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ ઉભી થઇ રહી છે.

બનાસકાંઠા, અંબાજી, મોરબી માં પણ જોવા મળ્યા વરસાદી છાંટા બનાસકાંઠામાં અંબાજી પંથકમાં પણ વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. અહીં પણ વરસાદ વરસ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોરબી શહેરમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. કચ્છમાં અંજાર-માંડવી બાદ મુન્દ્રા શહેરમાં વરસાદ પડ્યો છે. ત્યારે કચ્છમાં 5 દિવસ વરસાદની આગાહી કહેવામાં આવી છે. વાતાવરણ માં વરસાદી માહોલ બનતા જ્નજીવન પણ થોડું ખોરવાયું હતું.. વહેલી સવારે ધુમ્મ્સ, અને ઠંડી પવન સાથે ઠંડી નો ચમકારો પણ જોવા મળ્યો છે

Leave a Reply

Your email address will not be published.