સમાચાર

રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરાઈ તેની વચ્ચે ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે અને આટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો

ગુજરાતમાં લગભગ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ-વડોદરા સાબરકાંઠાના વાતાવરણના ફેરફાર આવ્યો છે. તેમજ માંગરોળ જિલ્લા નો દરિયો પણ તોફાની બન્યો છે. ચાર દિવસની અંદર ગુજરાતમાં ચોમાસુ આવવાની શક્યતા નોંધાઇ હતી. પરંતુ તે પહેલા જ ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. આથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે કેરળ પહોંચે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ વરસી શકે છે. આમ જોવા જઈએ તો પહેલી જૂની આસપાસ ચોમાસુ કેરળ પહોંચી જશે. અને ૧૫મી જૂન બાદ ચોમાસું ગુજરાત આવવાની સંભાવના બતાવી હતી.

પરંતુ વાતાવરણમાં એકાએક પલટો આવતા અમદાવાદ વડોદરા તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની સંભાવના બતાવી છે. દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવા ને કારણે આજે રાજ્યમાં ઘણી બધી જગ્યાએ વરસાદ વરસી શકે છે. આથી માછીમારોને 28 થી 29 મે દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હાલની તારીખમાં મોટાભાગની બોટો દરિયામાં છે પરંતુ હવામાનની આગાહી ની કારણે માંગરોળ બંદર એ તમામ બોટો ને પાછી બોલાવી લીધી છે

મત્સ્ય વિભાગે 29 મે સુધી દરિયો ન ખેડવાનો નિર્દેશ આપ્યો છે. મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારી માટે જતા માછીમારોને ટોકન આપવાનું બંધ કરી દીધું છે. આ દરમિયાન અચાનક દરિયામાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને દરિયામાં કરંટનો અહેસાસ થયો. જેના કારણે માછીમારી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માંગરોળ બંદર પર હાલ 2800 જેટલી કૂલ નાની-મોટી બોટો છે. હાલ સાંજ સુધીમાં 8 બોટ કિનારે પહોંચી જશે. માછીમારોને તેમની તમામ બોટ માંગરોળ બંદર પર ઉતારવાની મંજૂરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે કેરળમાં સ્થિર થયા બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગોવા પહોંચ્યા પછી, જ્યારે હવામાન અનુકૂળ ન હોય ત્યારે તે સ્થિર થઈ જાય છે, એટલે કે ક્યારેક ગુજરાતમાં પ્રવેશવામાં વિલંબ થાય છે. ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.