સમાચાર

આગામી ત્રણ દિવસ આ વિસ્તારો માટે ભારે, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે

રાજ્યમાં ચોમાસાના આગમન બાદ અલગ અલગ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે હવામાન વિભાગ સોમવારથી દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના સંકેતો આપ્યા છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિત હળવો વરસાદ પડી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે શનિવાર ના રોજ સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૪૮ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો તમને જણાવી દઈએ કે સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકા તાલુકામાં સવા ઇંચ જેટલો પડ્યો હતો આ સાથે મેમદાવાદ માં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આ બાજુ ધોળકા બોટાદ સુરત જય વિસ્તારોમાં શનિવારના રોજ અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. સુરતની વાત કરીએ તો સુરતમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે રવિવારની સવારે પણ સુરતમાં વરસાદે ભુકા કાઢયા છે. હવામાન વિભાગના નિષ્ણાંતોએ સોમવારે આ વિસ્તારમાં આગાહી કરી છે જેમાં દિવ દમણ દાદરા નગર હવેલી વલસાડ નવસારી આ વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ પડી શકે છે જ્યારે મંગળવારના દિવસે સુરત વલસાડ નવસારી આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

જ્યારે બુધવારે એટલે કે 22 જૂનના દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તથા તાપી ડાંગ વલસાડ નવસારી સુરત માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાન વિભાગ આણંદ-ખેડા અમદાવાદ અરવલ્લી પંચમહાલ ભાવનગર જૂનાગઢ અમરેલી રાજકોટ ગીર સોમનાથ જો અલગ વિસ્તારોમાં હળવદ થી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.