સમાચાર

મેઘરાજાએ આ વિસ્તારમાં ધબડાસતી બોલાવે તેવી હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે કેરળમાં નિર્ધારિત સમય કરતાં વહેલું આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. કેટલાય સમય પહેલાં દક્ષિણ અને પૂર્વના રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તાપમાન ધીમે ધીમે બદલાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળમાં સૌથી પ્રથમ ચોમાસુ શરૂ થશે. ત્યારબાદ અન્ય રાજ્યોમાં ચોમાસુ ચાલુ થશે. દિલ્હીમાં આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે, પરંતુ આગામી એક સપ્તાહ સુધી હીટવેવ ચાલુ રહેવાની શક્યતા નથી.

ગુજરાતના માછીમારોને દરિયામાં ન જવાની સલાહ હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના છે. આથી માછીમારો ને ત્રણ દિવસ માટે અરબી સમુદ્ર ખેડવા માટે ના કહેવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવો કોઈ જ પવન ફૂંકાવાની સંભાવના દર્શાવી નથી.

ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ માટે સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રમાં કામ કરતા માછીમારો ને એલર્ટ રહેવાનું જણાવ્યું છે. ૨૭ થી ૨૯ મે સુધી ઉત્તર ગુજરાત ના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે

દિલ્હીમાં રાહત પરંતુ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં તડકાથી લોકોને રાહત મળી છે. તાપમાન પણ ૪૦ ડિગ્રીથી નીચે છે. દિલ્હીમાં તાપમાન એકંદરે નોર્મલ રહેશે. આવનારા દિવસોમાં ગરમી વચ્ચે પણ હીટ વેવ અસર કોઈને જણાશે નહીં

આવતીકાલથી ગરમીનું મોજું પ્રવર્તશે, પરંતુ આગામી એક સપ્તાહ સુધી ગરમીનું મોજું સતત ચાલુ રહે તેવી શક્યતા નથી. બીજી તરફ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું છ દિવસની શાંતિ બાદ શ્રીલંકામાં પહોંચી ગયું છે, હવે કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં પહોંચવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં આકરી ગરમી દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ પારો ગગડી રહ્યો છે અને અહીં પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી નીચે રહેવાની શક્યતા છે. પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન પણ 40 અથવા 39 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની ધારણા છે. રાજસ્થાનમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે અને અહીં પણ તાપમાન નીચું છે.

મહારાષ્ટ્રના 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. અનેક જગ્યાએ પ્રિ-મોન્સુન વરસાદ થયો છે. મરાઠવાડા અને વિદર્ભ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વધુ ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના જે 13 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે તેમાં મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, જલગાંવ, સાંગલી, કોલ્હાપુર, પાલઘર, ધુલે, નંદુરબાર, યવતમાલ અને અહેમદનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

મોનસૂન સમય પહેલા કેરળ પહોંચી શકે છે તે જ સમયે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું છ દિવસની પછી શ્રીલંકા પહોંચી ગયું છે અને હવે કેરળ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું હતું કે “દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આગામી 48 કલાકમાં તે લક્ષદ્વીપ નજીક માલદીવ પહોંચે તેવી અપેક્ષા છે.”

Leave a Reply

Your email address will not be published.