સમાચાર

આ તારીખે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, આ વિસ્તારના લોકો ખાસ ધ્યાન રાખે…

છેલ્લા બે દિવસે વરસાદે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસીને ભુક્કા કાઢી નાખ્યા હતા. મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતના 103 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. હવે આગામી સમયની વરસાદની વાત કરીએ 19 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ હશે પરંતુ અમુક જ વિસ્તારોમાં છૂટોછવાયો જોવા મળશે.

આજની વાત કરીએ તો દિવસ બાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે પરંતુ હાલમાં વરસાદ નું પ્રમાણ નહીંવત્ જોવા મળશે. વેધર મોડલ મુજબ 19 તારીખ બાદ ફરીથી નાના વરસાદ નો રાઉન્ડ આવી શકે છે. આજે દક્ષિણ સૌરાષ્ટ્ર કોષ્ટલ ની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ ની એક્ટિવિટી જોવા મળશે પરંતુ તે કાલના પ્રમાણમાં ઓછી હશે.

હાલમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની આગાહી ઘટી જશે. 12 જૂનથી 16 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને ચોમાસું બે દિવસ પેહલા જ ગુજરાત પોંહચી ગયું હતું. 13 જૂનથી ચોમાસુ દિવ અને વેરાવળ સુધી પહોંચી ગયું છે. અત્યાર સુધી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો.

હવામાન વિભાગનું કહેવું છે કે 19 જૂન બાદ વરસાદનો નવો રાઉન્ડ આવશે. 19 તારીખ પછી ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે. હાલમાં અરબી સમુદ્ર તેમજ બંગાળાની ખાડી વરસાદના પરિબળોને લઈને ડીએક્ટિવ જોવા મળી છે. પરંતુ 19 તારીખ બાદ બંગાળાની ખાડી અને અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ એક્ટિવ હશે જેને કારણે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે.

જુન મહિનાના છેલ્લા બે વિકમાં ખેડૂતો માટે સારા સમાચાર છે જેમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે. એટલે કે ગુજરાતમાં 19 તારીખ બાદ સત્તાવાર ચોમાસુ ચાલુ થઇ જશે. હાલના સમયની વાત કરીએ તો બે ત્રણ દિવસ વરસાદ જોવા મળશે પરંતુ વધારે પડતો જોવા મળે નહીં.

Leave a Reply

Your email address will not be published.