વરસાદનો બીજો રાઉન્ડ વધારે ખતરનાક!! 22થી લઇ ને 24 જુલાઈ આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈને અતિ ભારે વરસાદ વરસ્યો હતો આ દરમિયાન ફરી એક વખત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે 22 જુલાઈથી લઈને 24 જુલાઈ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

અમદાવાદમાં હવામાન વિભાગે હળવાથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે વધુમાં જણાવ્યું કે આજે અને આવતીકાલે એટલે કે 20 અને 21 જુલાઈ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ ના ડાયરેક્ટર એવા મનોરમાં મોહંટીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે આ બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કે તેની સંભાવના નથી.

પરંતુ 22 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. 24 જુલાઈ એ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે અને આ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ બાજુ કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત ના નવસારી સુરત ડાંગ તાપી વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 23 જુલાઈ ના રોજ કચ્છ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જેવા વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ મેઘરાજા વરસાવી શકે છે. રાજકોટ બોટાદ આણંદ નવસારી છોટાઉદેપુર પંચમહાલ દાહોદ જામનગર મહીસાગર વલસાડ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

24 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર આ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ મેઘરાજા વરસાવી શકે છે સાબરકાંઠા બનાસકાંઠા મોરબી રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ વલસાડ જેવા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *