રાજ્યના 55 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે જ્યારે હજી આ વિસ્તારમાં વરસાદની આગાહી જાણો કયા વિસ્તારમાં…

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવા થી લઈને મધ્યમ વરસાદની આગાહી જાહેર કરી દીધી છે ખાસ કરીને આજથી જ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી જાહેર કરવામાં આવી છે.

છેલ્લા ચારથી પાંચ દિવસથી વરસાદનું ચોર ઘટી ગયું હતું અને વાતાવરણમાં બફાર અને ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું જ્યારે ફરી એક વખત વરસાદની સિસ્ટમ સક્રિય થતા વરસાદનું વાતાવરણ બંધાઈ રહ્યું છે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમે જણાવી દઈએ તો અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો તો જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો આ સિઝનનો ટોટલ 70% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને જુલાઈ મહિનામાં એટલો વરસાદ પડ્યો વખત છેલ્લા ૫૦ વર્ષનો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે હાલ અત્યારે ડેમની સપાટીઓ પણ હાઈએલેટ ઉપર મૂકવામાં આવી છે જો સરદાર સરોવર ડેમની વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમમાં અત્યારે 131 મીટર સુધી પહોંચી ગઈ છે.

રવિવારના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અને વરસાદ પડતા ગરમી અને બફારામાં પણ રાહત મળી હતી ત્યારે આગામી 48 કલાકમાં હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી છે.

હવામાન વિભાગે ખાસ કરીને જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની ની આગાહી સાવ નહિવત પ્રમાણમાં છે પરંતુ હળવા થી લઈને મધ્યમ વરસાદ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. રવિવારના રોજ અમદાવાદમાં વહેલી સવારે વરસાદી ચાપટા જોવા મળ્યા હતા અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

આગામી બે થી ત્રણ દિવસ ફરી પાછો વરસાદી માહોલ જોવા મળી શકે છે તમને જણાવી દઈએ તો હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે 4 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે.

સમગ્ર રાજ્યના જળાશયો વિશે વાત કરીએ તો 55 એવા છે જે અત્યારે હાયરાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે જેમાં 90 થી 100 ટકા સુધીનું પાણી નો સંગ્રહ થયો છે આ સાથે 80 થી 90 ટકા જળાશયો છ ડેમ અત્યારે એલાઇટ ઉપર રાખવામાં આવ્યો છે. આ સિઝનનો 70 ટકા વરસાદ અત્યાર સુધીમાં વર્ષે ચૂક્યો છે.

તેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 117 ટકા વરસાદ જોવા મળ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 82% વરસાદ આ સાથે સૌરાષ્ટ્રમાં 62% વરસાદ નોંધાયો હતો મધ્ય ગુજરાતમાં 61% તથા ઉત્તર ગુજરાતમાં 56 ટકા વરસાદ નોંધાયો હતો જુલાઈ મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો જ્યારે જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાતા ડેમની સપાટી થોડીક ઊંચે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *