દેશના ઘણા ભાગોમાં ચોમાસું પહોંચી ગયુ છે, જેને લીધે વાતાવરણમા ગરમીનો પારો ઘણો ઓછો થયો છે. ગુજરાતમાં હવે રાત પડ્યે ઠંડો પવન અનુભવાતો હોય છે. પરંતુ હવે ગરમી જતી રહી છે જો તેવુ માનતા હશો તો તમે ખોટા પડી શકો છો. કારણ કે, ગુજરાતમાં હજી ગરમીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં મે મહિનાના અંત સુધીમાં ખુબ જ કાળઝાળ ગરમી પડવાની છે.
અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હિટવેવની આગાહી કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ગરમીનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે. ત્યારે હવામાન ખાતાના અપડેટ પ્રમાણે, ૧૦ થી ૧૫ જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના રહેલી છે. જે જોતા જ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં આગામી ૨૦ થી ૨૨ મે સુધી યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના ૧૦ જેટલા શહેરોમાં ગઈકાલે ગુરુવારે ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૭ ડિગ્રી, અમદાવાદમાં ૪૩.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૩ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૯ ડિગ્રી, અમરેલીમાં ૪૨.૮ ડિગ્રી, ભુજમાં ૪૨.૪ ડિગ્રી અને વડોદરામાં ૪૧.૮ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. ગુજરાતમાં જૂન મહિનાના પ્રારંભે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. જો કે કચ્છને જૂન મહિનાના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.