સમાચાર

રાજ્યમાં આવી ગયું માવઠું કચ્છમાં તો આજ સવારથી જ ઝરમર-ઝરમર વરસાદ ચાલુ

આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વાતાવરણને પગલે ખેતરમાં ઉભા પાક દિવેલા – કપાસ – રાઇ – વરિયાળી – જીરું – ચણા સહિતના પાકોની કાળજી રાખવી હિતાવહ છે. સાથે ખેડૂતો દ્વારા શાકભાજી કે કાપણી કરેલો પાક ભીંજાય નહિ તે માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મુકવા જણાવ્યું છે. માર્કેટ યાર્ડમાં રહેલા પાકોને યોગ્ય જગ્યાએ મુકવા અથવા તાડપત્રીથી ઢાંકી રાખવા ખેડૂતોને જણાવ્યું છે.

હવામાન ખતાના જણાવ્યા મુજબ દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ દરમિયાન ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. હવામાન બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી છે.

કચ્છ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના હારીજ, સમી, રાધનપુર, સાંતલપુરમાં વાદળછાયા વાતાવરણથી કપાસ અને જીરા સહિતના પાકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. પાટણ જિલ્લામાં 1 લાખ 90 હજાર હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જો કે વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *