સમાચાર

હવામાન વિભાગની આગાહી: વાવણી કરવા લાયક વરસાદ આ તારીખે આવશે, વરસાદ ધમાકેદાર એન્ટ્રી મારશે

ગત વર્ષની વાત કરીએ તો 2021 માં ચોમાસાને લઈને બધા જ અનુમાન સાચા પડ્યા હતા. ચાલુ વર્ષ 2022 માં પણ ચોમાસાને લઇને કેટલાક અનુમાન કરવામાં આવ્યા છે. જેમાં જૂની પદ્ધતિ અને વૈજ્ઞાનિક પદ્ધતિ એમ બે પદ્ધતિથી ચોમાસાને લઈને અનુમાન કરવામાં આવે છે. જૂની પદ્ધતિ ની વાત કરીએ તો નક્ષત્ર પ્રમાણે ચોમાસુ 8 જૂને બેસી જવાની સંભાવના બતાવવામાં આવી.

મૃગશિષ નક્ષત્ર પ્રમાણે ચોમાસું 8 તારીખે એટલે કે બુધવારે બેસી જશે. આ નક્ષત્ર પ્રમાણે છૂટાછવાયા વરસાદ વર્ષવાની સંભાવના છે. તેમજ કાળા ડિબાંગ વાદળો પણ ખૂબ જ બંધાશે થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ જોવા મળે છે આથી આ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે નહીં તેવું જણાવ્યું છે.

આદ્રા નક્ષત્ર ની વાત કરીએ તો વાવણી લાયક વરસાદ ની શરૂઆત 22 જૂન એટલે કે બુધવારે થવાની સંભાવના છે. આદ્રા નક્ષત્ર નું વાહન આ વખતે ઘેટું છે. આથી સારામાં સારો વાવણીલાયક વરસાદ થઇ શકે તેવું જણાવવામાં આવ્યું છે. હવે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ ની વાત કરીએ તો, આપણે જાણીએ છીએ કે માર્ચ મહિનાથી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. કહેવામાં આવે છે કે જેટલું ગરમીનું પ્રમાણ વધુ તેટલો જ વરસાદ વધારે આવે. 10 જૂનથી 18 જૂનની વચ્ચે છૂટાછવાયા મધ્યમ ભારે ઝાપટાંરૂપી વરસાદ આવી શકે છે.

18 જૂન બાદ વાવણી લાયક વરસાદ ની શરૂઆત થશે. 18 જૂનથી 22 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે 22 જૂનથી 26 જૂન સુધી મધ્ય ભારત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં વાવણી લાયક વરસાદ ની શરૂઆત થશે. 26 જૂનથી 29 જૂન સુધી મધ્ય ગુજરાત તેમજ કચ્છ અને અન્ય બાકી રહેલી વિસ્તારમાં સારામાં સારો વાવણીલાયક વરસાદ થશે. હવામાન વિભાગના હાલના અનુમાન પ્રમાણે શરૂઆતનો વાવણીલાયક વરસાદ સારો હશે પરંતુ અંતનો એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધુ વાવણીલાયક વરસાદ જોવા મળશે નહીં.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.