હવામાન નિષ્ણાંત અને ગુજરાતના મોટા વેધર એનાલિસ્ટ એ જાહેર કરી મોટી આગાહી, સમગ્ર રાજ્યમાં ફરી પાછો સાર્વત્રિક વરસાદ જોવા મળશે, વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતનું હવે આવી બન્યું…

હવામાન નિષ્ણાંત અને ગુજરાતના મોટા વેધર એનાલિસ્ટ એ વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી અત્યારે જાહેર કરી છે વેધર એનાલિસ્ટ ના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી દિવસોમાં સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

જેમાં એક સપ્ટેમ્બરથી લઈને 7 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે વેધર એનાલિસ્ટ ના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં આઠ સપ્ટેમ્બર થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે તેની આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 26 ઓગસ્ટ થી લઈને એક સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હતી પરંતુ હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અત્યારે હવે વરસાદ જોવા મળે છે કચ્છ અને વાતાવરણમાં પણ પલટો આવી શકે તેવી શક્યતા છે.

જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરવામાં આવ્યું છે વેધર એનાલિસ્ટ ના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે તેવી શક્યતા છે જ્યારે આઠ સપ્ટેમ્બર થી રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધી શકે તેવી પણ આગાહી જાહેર કરાઈ છે.

8 સપ્ટેમ્બર થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને ફક્ત વરસાદનો રાઉન્ડ જ નહીં ખૂબ જ સારા એવા પ્રમાણમાં ધોધમાર વરસાદ વરસે તેઓ રાઉન્ડ જોવા મળી શકે તેવી શક્યતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસશે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.