વેલમાર્ક લો પ્રેસર સક્રિય થતા જ હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે આ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા, વરસાદ હવે તબાહી મચાવીને જ રહેશે… આગામી 48 કલાક આ જિલ્લાઓ માટે ખૂબ જ ભારે -જાણો Gujarat Trend Team, August 15, 2022August 15, 2022 હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ થી લઈને 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જેના કારણે અત્યારે 16 ઓગસ્ટ ના રોજ રાજ્યના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યા છે જ્યારે 17 ઓગસ્ટના રોજ રાજ્યના સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દીધા છે. મિત્રો તમને જણાવી દેવી હોય તો આ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે સાબિત થઈ શકે છે તેને કારણે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ એ 15 ઓગસ્ટ અને 16 ઓગસ્ટના દિવસે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. તેના કારણે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટને યલો જાહેર કરી દીધા છે વિગતવાર વાત કરીએ તો 16 ઓગસ્ટ ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ સહિત વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે 17 ઓગસ્ટ ના રોજ મહેસાણા સાબરકાંઠા કચ્છ અમરેલી ગીર સોમનાથ પાટણ બનાસકાંઠા જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દીધી છે. તમને જણાવી હોય તો આજે સવારથી જ સુરત શહેરમાં ભુક્કા બોલાવી નાખે તેવો વરસાદ વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. સમાચાર