વેપારી પિતાએ પોતાના દીકરા પાસે દોઢ કરોડનો હિસાબ માગ્યો, હિસાબ ન મળ્યો તો પિતાએ દીકરાને જીવતો જ સળગાવીને…

બેંગલુરુના ચામરાજપેટમાંથી એક એવી ઘટના સામે આવી કે જે કયારેય માની ન શકાય, જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રને સળગાવી અને મોતને ભેટાવી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ પિતા સુરેન્દ્ર અને તેમના પુત્ર અર્પિત વચ્ચે બિઝનેસને લઈ અને થોડાક દિવસથી કઈક નાનો મોટો વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ એટલો બધો આગળ વધી ગયો કે મૂળ રાજસ્થાનના રહેવાસી ૫૫ વર્ષના સુરેન્દ્રએ ચાર રસ્તા પર પોતાના જ ૨૫ વર્ષના દીકરા અર્પિતના પેન્ટ પર થિનર ફેંક્યું અને પછી તેને સળગાવી નાખ્યો.

પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. પિતા સુરેન્દ્રને ફેબ્રિકેશનનો વેપાર ચાલે છે. તેનો પુત્ર અર્પિત પણ દુકાન ચલાવતો હતો. જ્યારે પિતાએ તેના દીકરા પાસે હિસાબ માગ્યો તો અર્પિત ૧.૫ કરોડ રૂપિયાનો હિસાબ ન આપી શક્યો, અને જેને લઈને પિતા-પુત્ર વચ્ચે વિવાદ મોટો થઈ ગયો હતો.

આજુ બાજુના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ :આ સમગ્ર ઘટના ૧ એપ્રિલ શુક્રવારના રોજ ચામરાજપેટની પાસે આઝાદ નગરની છે. ત્યાંના સીસીટીવીમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ છે. આગની જ્વાળા વચ્ચે ઘેરાયેલો અર્પિત રસ્તા પર આમ તેમ દોડી રહ્યો હતો. આજુબાજુના લોકો અને ત્યાં ગોદામમાં કામ કરનારાઓએ તેને બચાવ્યો પણ, જે બાદ અર્પિતને વિક્ટોરિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલ્યા બાદ ૭ એપ્રિલ ગુરુવારના રોજ તેનું મોત થઈ ગયું હતું. આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો.ત્યાંના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજીવ પાટીલે એવું જણાવ્યું હતું કે સુરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૨ અંતર્ગત હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

હત્યાનું કારણ ફાઇનાન્શિયલ ડીલિંગ જણાવવામાં આવ્યું છે. જેને લઈને ૧૫ થી ૨૦ મિનિટ સુધી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો હતો. તેમના બિઝનેસમાં થયેલા નુકસાનને કારણે તેના પિતા ઘણા જ નારાજ થયા હતા. એ બાદ પિતાએ પોતાના પુત્ર પર થિનર ફેંક્યું હતું. એ પછી બાકસથી બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જોકે પહેલો તો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. એ બાદ બીજી ટ્રાઈમાં બાકસમાંથી દીવાસળી લઇ સળગાવી અને એને પુત્ર પર સળગતી દીવાસળી ફેંકી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્ર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, પરંતુ તે ઘણાં વર્ષોથી બેંગલુરુમાં જ વસે છે.

Leave a Reply

Your email address will not be published.