એક માત્ર એવું ગામ જ્યાં વિદેશ જવા માટે ઇચ્છતા લોકોની બધી મનોકામના પૂરી થાય છે, જરૂર જાણો આ માહિતી

આમ તો ગુજરાતમાં ઘણાબધા મંદિરો આવેલા છે અને તેમાં પણ લોકો આસ્થાથી તે મંદિરોમાં પૂજા-અર્ચના કરવા માટે જાય છે પરંતુ ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં એક મહિલા સતી બની ગઈ હતી. આશરે સાડા આઠસો વર્ષ પહેલા એક મહિલા આ ગામમાં સતી બની હતી. અને તે છે ગુજરાતનું જુલાસણ ગામ. આજે મહિલા સતી બન્યા હતા તેઓ હાજરા હજુર છે અને તેઓ આ મંદિરમાં રહીને લોકોના દર્દ દુઃખ દૂર કરે છે એટલું જ નહીં જે લોકોને વિદેશમાં જવાની ઈચ્છા હોય તે લોકોને પણ ત્યાં જવા માટેનો માર્ગ આપે છે.

તેમ જ આ મહિલા ઝૂલાસણ ગામ એ દેવી સ્વરૂપે તેમની પૂજા થાય છે તેમ જ આ મંદિરમાં ઘણા બધા લોકોની મનોકામના પૂરી થાય છે અને તેની સાથે જ જે કોઇપણ મહિલા માતા ન બની શકતા હોય તેવો પણ જો અહીં આવીને માનતા રાખે છે તો તેમના ઘરે પણ પારણુ બંધાઈ જાય છે. આમ તેની સાથે સાથે જ જે વ્યક્તિઓને વિદેશ જવું છે તે લોકો પણ આ ગામે સતી માતાના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે અને તદુપરાંત તેમની મનોકામના પણ ખૂબ જ જલ્દી પૂરી થતી જોવા મળે છે.

ત્યાં રહેલા ગામના લોકોનું એવું પણ કહેવું છે કે આ માતા ખરેખર અનેક લોકોની વિદેશ યાત્રાને સફળ કરે છે. જે સતી થઈ ગયા છે. આમ સમય જતાં જ ગામના લોકોની મદદ કરતા તેમનું એક મંદિર બનાવવામાં આવ્યું એટલે કે ગુજરાતના આ ગામમાં એવું એક મંદિર બાંધવામાં આવ્યું છે જ્યાં દિવસ-રાત માતાજીની આરતી થાય છે.

આ સમગ્ર ઘટના સાડા આઠસો વર્ષ પહેલાની છે અને તે વખતની વાત કરીએ તો અત્યારે જે જગ્યાએ મંદિર છે ત્યાં ખૂબ જ મોટું જંગલ હતું અને ત્યાં એક મહિલાની પાછળ ઘણા બધા પડ્યા હતા તેમજ આ મહિલા પોતાની ઇજ્જત બચાવવા માટે એક વખાણવામાં પહોંચે છે અને ત્યાં જઈને જે જે શ્રી માતાને પ્રાર્થના કરે છે ત્યારબાદ જે થયું તે વાર્તા આજે પણ ખૂબ જ લોકચર્ચિત છે.

ત્યાં મંદિરમાં રહેલા પૂજારી દિનેશ પંડ્યા જણાવે છે કે અત્યારે આજે જગ્યાએ મંદિર છે ત્યાં ખૂબ જ મોટું જંગલ હતું અને ત્યાં ઘણા બધા લૂંટારૂઓ એક મહિલાની પાછળ વાગ્યા હતા અને એ જ વખતે તે મહિલા દોડતી દોડતી બીજા ગામ એક વડા ના વૃક્ષ આગળ પહોંચી ગઈ હતી અને તે જ વૃક્ષ પાસે સિદ્ધેશ્વરી માતા નું મંદિર આવેલું છે, ત્યાં તે મહિલા પોતાની ઇજ્જત બચાવવા માટે સતી થઈ ગઈ હતી અને ત્યાં જ ફૂલનો એક ઢગલો બની ગયો હતો ત્યારથી જ અહીંના દેવીનું મંદિર બનાવવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં આ માત્ર એક જ મંદિર એવા પ્રકારનું છે જ્યાં દેવી બોલો દેવીની પૂજા થાય છે અને આ મંદિરમાં વચ્ચેના ભાગમાં ડોલા માતા નું એક પથ્થર નું યંત્ર છે અને જમણી બાજુ ડોલા માતાની મૂર્તિ મુકવામાં આવી છે અને સિદ્ધેશ્વરી માતાજીની મૂર્તિ ડાબી બાજુ મૂકવામાં આવી છે આમ ડોલા માતાની મૂર્તિ ને લઈને ઘણા બધા ચમત્કારો પણ થતા જોવા મળ્યા છે અને તેની સાથે જ લોકોના મનમાં ઘણા બધા પ્રકારના સવાલો પણ ઉભા થયા છે.

એક કહેવાય તે લોકવાયકા મુજબ અને ગામના લોકો જણાવે છે કે એક ભક્તને સ્વપ્નમાં ડોલા માતા આવ્યા હતા અને તેમને માતાજી એ પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા હતા અને તે જ સમયથી અહીં માતાજીની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી આમ ગામના લોકો તે પણ જણાવે છે કે ડોલા માતાજી જ્યારે સતી બની ગયા અત્યારે ત્યાંથી ગાયબ થઇ ગયા હતા, અને તે જગ્યાએ ફૂલોનો ઢગલો થઈ ગયો હતો.

આ ગામના લોકોએ આ બાબતને ચમત્કાર માનીને તેની પૂજા કરવા લાગ્યા હતા ત્યારથી એટલે કે 700 વર્ષથી અહીં હિન્દુ મંદિરમાં માતાજીની પૂજા કરવામાં આવે છે અને તેના આધારે ગામના ઘણા બધા લોકોની મનોકામના પણ પૂરી થતી જોવા મળી તેથી ગામના લોકોએ અહીં પોતાના જ રૂપિયાથી એક ભવ્ય મંદિર ઉભું કર્યું હતું. આમ અહીં પહેલા તો ડોલા માતા નો માત્ર એક પથ્થર નું યંત્ર હતું. પરંતુ માતાજી સ્વપ્નમાં આવતા તેમની અહીં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *