ભાઈ તેની બહેન વિધર્મી યુવક સાથે પ્રેમ કરે છે તે જોઈ શક્યો નહિ એટલે કરી નાખી પ્રેમીની હત્યા, સાથે સાથે બહેને પણ કર્યું એવું કામ કે…

રાજકોટમાં એક ફિલ્મી સીન જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ભાઈ એ પોતાની બહેન ને તેના પ્રેમી સાથે વાત કરતી જોઈ લેવાથી તેને તેના મિત્ર સાથે મળીને તે યુવક ને મારી નાખ્યો હતો. જેના કારણે પ્રેમિકા એ પણ આઘાતમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો 22 વર્ષીય મિથુન બિપીનભાઈ ઠાકુર 10મી તારીખે એ પોતાના ઘરે પડી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ભક્તિનગર પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશનો રહેવાસી મિથુન મજૂરી કામ કરતો હતો. મિથુનને આ જ વિસ્તારમાં રહેતી સુમૈયા રફીકભાઈ કડીવાર નામની યુવતી સાથે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. જ્યારે સુમૈયાના ભાઈ સાકીરને આ વાતની જાણ થઈ ત્યારે સાકીર તેના મિત્રને મળ્યો, મિથુનને બોલાવ્યો અને તેને માર માર્યો. ઘાયલ મિથુનને તેના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તે મૃત્યુ પામ્યો હતો.પોલીસે આ ઘટનાના સંબંધમાં સાકીર અને તેના મિત્ર અબ્દુલની ધરપકડ કરી છે. જો કે, જ્યારે સુમૈયાને આ વાતની જાણ થઈ ત્યારે તે ચોંકી ગઈ હતી અને તેણે બ્લેડ વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.