દીકરીના ઉછેર માટે થઈને માં ની તપસ્યા, 36 વર્ષથી માતા પુરુષ બનીને જીવે છે, વાંચીને આંખ ભીની થઇ જશે

તામિલનાડુના થુથુકુડી જિલ્લામાં એક ૫૭ વર્ષની મહિલા છેલ્લાં ૩૬ વર્ષથી પુરુષ બનીને જીવી રહી છે. તામિલનાડુના આ પુરુષપ્રધાન સમાજમાં પોતાની એક દીકરીને એકલા હાથે ઉછેરવા માટે તેમને આવું કરવું પડ્યું હતું. આ મહિલાની વાત જ્યારથી સામે આવી રહી છે, ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે.

એસ. પેચિયામ્મલ નામની આ મહિલાના પતિનું મોત લગ્નના ૧૫ દિવસ બાદ જ થઈ ગયું હતું. ત્યારે તે માત્ર ૨૦ જ વર્ષના હતા. તેઓ બીજી વખત લગ્ન કરવા પણ માગતાં ન હતાં. તેઓ કટુનાયકક્નપટ્ટી ગામથી હતા, જ્યાંનો એક સમાજ પુરુષપ્રધાન સમાજ હતો. થોડો સમય પછી તેમને એક દીકરીને જન્મ આપ્યો અને ઘર ચલાવવા માટે કામ શરૂ કરી દીધું છે.

પરંતુ ગામમાં પેચિયામ્મલ માટે કામ કરવું કંઈ સહેલું ન હતું. ત્યાં લોકો તેમને ખુબ પરેશાન કરતા હતા. પોતાની બાળકીને ઉછેરવા માટે તેમને કન્સ્ટ્રક્શન સાઈટ્સ, હોટલ, ચાની દુકાન સહિત અનેક જગ્યાએ કામ કરીને જોયું પરંતુ બધી જગ્યાએ તેમને પરેશાન કરતા હતા અને ટોણા પર મારતા રહેતા હતા. અહીંથી પેચિયામ્મલે એવું નક્કી કર્યું કે તેઓ પુરુષ બનીને જ રહેશે. તેમને તિરુચેંદુર મુરુગન મંદિર જઈને પોતાના બધા કેશ દાન કરી દીધા હતા અને સાડીની જગ્યાએ શર્ટ અને લુંગી પહેરવાનું શરૂ કરી દીધું હતું. પેચિયામ્મલે પોતાનું નામ બદલીને મુથુ કરી દીધું છે.

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમને એવું જણાવ્યું કે પોતાનું નામ બદલ્યાં પછી લગભગ ૨૦ વર્ષ પહેલાં તેઓ કટ્ટુનાયક્કનપટ્ટી ગામમાં આવીને ત્યાં વસ્યાં છે. માત્ર તેમના નજીકના સંબંધીઓ અને દીકરીને જ આ વાતનો ખ્યાલ હતો કે તે એક મહિલા છે. આ રીતે ૩૦ વર્ષ વીતી ગયા છે. જે બાદ તેમને જ્યાં પણ કામ કર્યું છે, તે બધી જગ્યાએ અન્નાચી કહીને બોલાવવા લાગ્યા છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે મેં પેઈન્ટિંગ કર્યા, ચા બનાવી, પરાઠા બનાવ્યા તેમજ ૧૦૦ દિવસની મજૂરી સહિતના અનેક કામો કર્યા છે. કામથી મળેલી રકમની એક એક પાઈ જોડી અને મેં મારી દીકરી માટે એક સારી લાઈફ બનાવવાનો પ્રયાસ કર્યો છે. થોડાં સમય બાદ મુથુ જ મારી ઓળખ બની ગઈ અને આધાર, વોટર આઈડી અને બેંક એકાઉન્ટ સહિત મારા તમામ દસ્તાવેજ પર પણ આજ નામ લખાવી દીધું છે.

પેચિયામ્મલની દીકરી શણમુગાસુંદરીના હવે લગ્ન પણ થઈ ગયા છે, પરંતુ પેચિયામ્મલ હજુ પણ પુરુષની જેમ જ જીવન પસાક કરવા માગી રહી છે. તેમનું એવું કહેવું છે કે તેમની આ બીજી ઓળખે તેમને અને તેમની દીકરીને સુરક્ષિત રાખ્યા છે, તેથી તેઓ જીવનની છેલ્લી ઘડી સુધી મુથુ જ બનીને રહેશે. પેચિયામ્મલ હવે મજૂરી કરવા માટે પણ સક્ષમ નથી. તેમને એક વર્ષ પહેલાં જ પોતાની મહિલા તરીકે ઓળખ પર મનરેગા જોબ કાર્ડ મેળવ્યું હતું. તેમનું કહેવું એવું છે કે મારી પાસે ન તો ઘર છે કે ન કોઈ પણ સેવિંગ.

હું મારા વિધવા સર્ટિફિકેટ માટે પણ એપ્લાઈ કરી શકતી નથી. તેમને એવું કહ્યું હતું કે હું હવે વૃદ્ધ થઈ ગઈ છું હવે કામ પણ નથી કરી શકતી. તેથી સરકારને એવી અપીલ છે કે મને થોડી આર્થિક મદદ કરવામાં આવે. કલેક્ટર ડૉ. કે સેન્થિલ રાજે આ અંગે એવું કહ્યું કે તેઓ જોશે કે કોઈ સોશિયલ વેલ્ફેર સ્કીમ અંતર્ગત પેચિયામ્મલને કોઈ મદદ મળી શકે તેમ છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *