રાજકોટની ખાનગી યુનિવર્સિટી માંથી વિડીયો વાયરલ થયો ક્લાસમાં બધાની વચ્ચે જ વિદ્યાર્થીની વિદ્યાર્થીને આપી રહી હતી આલિંગન

શહેરના મોરબી રોડ પર આવેલી એક ખાનગી કોલેજના ક્લાસરૂમમાં ચાલુ ક્લાસે એક વિદ્યાર્થિની અને એક યુવક આલિંગન કરવા લાગ્યા હતા, અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ક્લાસરૂમમાં આ કરતૂતો શરૂ થયા હતા, આ કરતૂતોનો વીડિયો કોઇએ ઉતારી લઇને ફરતો કરતાં ચકચાર મચી ગઇ હતી.

કોઇને કોઇ મુદ્દે વિવાદમાં રહેતી એક ખાનગી કોલેજના કેમ્પસનો એક વીડિયો શનિવારે ફરતો થયો હતો, જેમાં ક્લાસરૂમમાં એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી આલિંગન કરતા નજરે ચડતા હતા, વીડિયો પરથી એ ફલિત થતું હતું કે, યુવક રિસાયો હતો અને તેની ફ્રેન્ડ યુવતી તેને મનાવવા મથી રહી હતી.

તે આલિંગન કરતી હતી, આ વખતે ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની હાજરી પણ હતી. ક્લાસરૂમની બહારથી કોઇ વિદ્યાર્થીએ આ સમગ્ર કરતૂતનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેનો વીડિયો ફરતો કરી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ એક કોલેજની બે વિદ્યાર્થિનીઓ વચ્ચે ક્લાસરૂમની ખુરશી બાબતે બોલાચાલી થઇ હતી, જેમાં એક વિદ્યાર્થિની બીજી વિદ્યાર્થિનીને મારકૂટ કરતી હતી અને મારકૂટ કરનાર વિદ્યાર્થિનીએ સામેની યુવતીને જે ગાળો ભાંડી હતી તે કોઇ ટપોરીના મુખમાંથી પણ ન નીકળે તેવી હતી, શહેરની કોલેજોમાં આધુનિકતાના નામે આવેલા બદલાવ વાલીઓ માટે ચિંતાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *