બોલિવૂડ

48 વર્ષની ઉંમરે અભિનેત્રીએ બાલ્કનીમાં દેખાડ્યો એવો અવતાર કે ફોટાએ ચાહકો વચ્ચે હંગામો મચાવ્યો

બોલીવુડ અને ટીવીની દુનિયામાં પોતાની સુંદરતા અને પોતાના અભિનય થી વાહ વાહ કહેનાર અભિનેત્રી વિદ્યા માલવડે આજે પણ પોતાની સુંદરતાથી નવી અભિનેત્રીઓને માત આપે છે. વિદ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હવે તેણે એવા ફોટો શેર કર્યા છે. જેને જોઈને લોકોની ઊંઘ ઉડી ગઈ છે. અભિનેત્રીએ બાલ્કનીમાં ઉભા રહીને માં પોઝ આપ્યો છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

આ પોસ્ટમાં વિદ્યા માલવડેએ 7 તસવીરો શેર કરી છે. તમામ તસવીરોમાં તે બાલામાં સુંદર લાગી રહી છે. તેના લુકની વાત કરીએ તો તેણે અહીં ડિઝાઇનર સાડી સાથે પહેર્યું છે. વિદ્યાએ એક પછી એક ખૂબ જ સારી રીતે પોઝ આપ્યા છે. જુઓ આ તસવીરો એટલે તમને ખ્યાલ આવી જશે. 

આ ફિલ્મથી ઓળખ મળી હતી. તમને જણાવી દઈએ કે વિદ્યા માલવડેને 2007માં આવેલી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’થી ફેમ મળ્યો હતો. ‘ચક દે’ પછી, વિદ્યાએ પણ ફિલ્મ ‘કિડનેપ’માં મિનિષા લાંબાની માતાની ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવી હતી. આ સાથે, વિદ્યાએ હોરર ફિલ્મ ‘1920: ધ એવિલ રિટર્ન્સ’માં આફતાબ શિવદાસાનીની બહેનનું પાત્ર પણ ભજવ્યું હતું. તે ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારા’માં કેમિયોમાં પણ જોવા મળી છે. જેમાં તેમને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

ટીવીમાં પણ નામ બનાવી લીધું છે. ફિલ્મો ઉપરાંત વિદ્યાએ ભારતીય ટેલિવિઝન પર પણ ઘણું કામ કર્યું છે. તેણે ‘ફેમિલી નંબર 1’, ‘ફિયર ફેક્ટર’ અને ‘ડર સબકો લગતા હૈ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. તાજેતરમાં, વિદ્યા Zee5ની વેબ સિરીઝ ‘કાલી’ની બીજી સીઝનમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી. આ સાથે તે યોગ ગુરુ તરીકે વર્કશોપમાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

વર્ષ 2007માં શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયા રીલિઝ થઈ હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને ઘણા એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મમાં અભિનેત્રી વિદ્યા માલવડે જોવા મળી હતી,.જેણે વિદ્યા શર્મા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી. વિદ્યા આ દિવસોમાં તાજેતરમાં રિલીઝ થયેલી વેબસિરીઝ મિસમેચ્ડમાં જોવા મળી હતી. જેમાં તે ઝીનત કરીમ નામની છોકરીની ભૂમિકામાં છે જે 41 વર્ષની છે અને તેના પતિનું અવસાન થયું છે. શું તમે જાણો છો કે 47 વર્ષની વિદ્યા વાસ્તવિક જીવનમાં પણ આ તબક્કામાંથી પસાર થઈ છે? વાસ્તવમાં વિદ્યાનું અંગત જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

વિદ્યા એરહોસ્ટેસ રહી ચુકી છે અને તેણે 1997માં પાયલટ કેપ્ટન અરવિંદ સિંહ બગ્ગા સાથે લગ્ન કર્યા પરંતુ લગ્નના ત્રણ વર્ષ બાદ તેના પતિનું અવસાન થયું હતું. વર્ષ 2000માં તેમના પતિની ફ્લાઈટ પટનામાં એક ઈમારતમાં ક્રેશ થઈ હતી. જેમાં તેમના અરવિંદનું મૃત્યુ થયું હતું. વિદ્યાએ તેના પતિના મૃત્યુના ત્રણ વર્ષ બાદ 2003માં અભિનય કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 2003માં તેણે ઈન્તેહા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ચક દે ઈન્ડિયાથી તેને ઓળખ મળી હતી. અને આજે તેમને કોઇ પણ પ્રકારના ઓળખાણ ની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *