સુરેન્દ્રનગરમાં કઠેચી ગામે વીજળી પડતા બે લોકોના થયા મોત, એક વ્યકિત ઘાયલ

નાની કઠેચી ગામ નજીક નળ સરોવરમાં એક વ્યક્તિ ઉપર વિજળી પડતા જતી યુવકનું મોત થઈ ગયો હતો આમ નાની કઠેચી ના ૨૬ વર્ષના મેલાભાઈ પોપટભાઈ દેવ ઉપર ગઈ રાત્રે વીજળીના કડાકા તૂટી પડતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર તે લઈ જવામાં આવ્યા હતા અને આજે વહેલી સવારે જ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયો હતો આમ લીંબડી તાલુકામાં વીજળી પડી જવાથી કોઈ બે વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે આમ જાંબુ તથા નાની કઠેચી બંને ગામમાં વીજળી પડી હતી અને તેમાં કુલ બે વ્યક્તિઓના મોત થઇ ગયા હતા અને તેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

રાજ્યના 12 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે. અમરેલીના લાઠી તાલુકામાં સૌથી વધુ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો અમદાવાદના ધંધુકામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ચૂડામાં 18 મીમી, જેસોરમાં 11 મીમી, બાવળામાં 9 મીમી અને રાણપુરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધોળકા, ધોલેરા, વિરમગામ, વલ્લભીપુર, ગારીયાધારમાં પણ વરસાદ પડ્યો હતો.

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદ પડ્યા બાદ ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડયો હતો આમ સાવરકુંડલા ગામ નાળ, ઠવી વીરડી અને વંડામાં ખૂબ જ વરસાદ પડયો હતો અને વરસાદ પડવાના કારણે શેત્રુજી નદીમાં પૂર આવી ગયું હતું અને બીજા અનેક વિસ્તારમાં વરસાદ પડવાથી ખેડૂત લોકો ખુશ થઈ ગયા હતા.

ગઢડા તાલુકાના ધસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં એકાએક પલટો આવતો જોવા મળ્યો હતો. અને તેની સાથે જ જોરદાર પવન અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ધસા, ધસાગામ જલાલપોર માંડવા વિકલિયા પટના રસનાલ પંથકમાં ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

આમ ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. અને જિલ્લાના જેસોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે લોકો આનંદમાં આવી જાય છે. વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે. આમતો હજુ વાવણીલાયક વરસાદની રાહ જોવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *