મૃતક નવું મકાન ભાડે રાખવાનું હોવાથી ઘર જોવા ગયો હતો મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આજે એક ધ્રુજારી દેવી ઘટના બની હતી. સરદાર પટેલની પ્રતિમા પાસે એક્ટિવા ચાલાક પર ટ્રક ફરી જતાં એકટીવા ચલાકના શરીરના બે ભાગ થઈ ગયા હતા.અકસ્માત સમયે રોડ પર હાજર અન્ય વાહનચાલકો અને લોકો પણ આ દૃશ્ય જોઈને હેરાન થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી નાસી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવાઈ લાલ કોઈ કામસર હાઈવે પર આવેલા મહેશ્વરી સમાજના મહારાજ બાપજી તરીકે જાણીતા પુંધરા ગામના વતની સવાઈ લાલ રતનલાલ ચાંડક બપોરે પોતાનું એક્ટિવા લઈને નીકળ્યા હતા. તે જ સમયે મામલતદાર કચેરી સામે સરદાર પટેલની પ્રતિમા પાસે અજાણ્યા ટ્રકના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ભયાનક અકસ્માત જોઈ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલી આપ્યો હતો અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલામાં અશોક મહેશ્વરીએ જણાવ્યું કે, મૃતક સવાઈ લાલ પુંધરા ગામમાં તેની સાસરીમાં,પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. પુંધરા ગામે મકાન ખાલી કરી દીધું હોવાથી મૃતક વિજાપુર ખાતે ભાડાનું મકાન જોવા ગયો હતો. દરમિયાન અકસ્માતમાં તેનું મોત થયું હતું. મૃતકના પરિવારમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મોટા પુત્રના લગ્ન થઈ ગયા છે. મૃતક બાડમેરનો રહેવાસી છે. તે છેલ્લા પાંચ વર્ષથી તેના સાસરી પક્ષ સાથે રહેતો હતો
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.