ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, આ જગ્યાએ તો એક સાથે કેટલાય દિવસનો વરસાદ એક સાથે જ…

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે રવિવારની વાત કરીએ તો વરસાદ ૮૦થી વધુ તાલુકાઓમાં જોવા મળ્યો હતો. જેના કારણે લોકોને બફારાથી રાહત મળી છે.વિસાવદર તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો જેમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આગામી પાંચ દિવસની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડ તેમજ નવસારી નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના આગાહીકાર પરેશ ગોસ્વામી જણાવ્યું છે કે રાજ્યમાં 26 અને 27 તારીખે સાર્વત્રિક વરસાદ થશે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ ઊભી થઈ રહી છે જેના કારણે 26 અને 27 જૂની સારામાં સારો વરસાદ થઇ શકે છે એટલે કે વાવણીલાયક વરસાદ થશે. ૩૦ જુન સુધી રાજ્યમાં ૯૫ ટકા વરસાદ જોવા મળશે.

તેમાં જુલાઈ મહિનામાં રાજ્યમાં કરા પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે ભરૂચ,સુરત, નવસારી, વલસાડ, તાપી તેમજ સૌરાષ્ટ્ર જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ,અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે દીવ,દમણ તેમજ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. તે ઉપરાંત બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા સિવાય અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઇ શકે છે.

ભાવનગરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ છે. પરંતુ રવિવારે સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થઇ ગયું હતું. ભારે વરસાદ થવાને કારણે મહુવાના જાગધાર ગામમાં વીજળી પડવાથી બે લોકોના મોત નિપજ્યા હતા. અમરેલી જિલ્લામાં પણ છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજા દરરોજ વર્ષે છે.

જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં હજુ સુધી ભારે વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. એક સપ્તાહ બાદ ફરી વરસાદ શરૂ થશે. શહેરો કરતા ગામડાઓમાં સારો વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *