વ્યક્તિએ બે પ્રેમિકા સાથે કર્યા એક જ મંડપમાં લગ્ન, કહ્યું પ્રેમ કર્યો છે તો આખી જિંદગી સાથ નિભાવીસ પણ…

છત્તીસગઢમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો તેમાં છત્તીસગઢના કોન્ડાગામમાં એક અનોખુ લગ્ન થયું હતું તેમાં એક યુવકે પોતાની બે પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા હતા અને તે પણ એક જ મંડપમાં આમ તો આ વાત ખૂબ જ રસપ્રદ જોવા મળે છે કારણ કે આ દુલ્હો બે બાળકોનો પિતા છે અને તેમને પોતાની પ્રેમિકાઓ થી એક એક પુત્ર પણ છે આમ લગ્ન માટે તેમની બંને પ્રેમિકાઓ પોતાની દીકરીઓને લઇને લગ્નમંડપમાં બેઠી હતી.

આ વાત એક યુવકને છે અને તેમના લગ્ન કેશકાલના ઉમલામાં કરવામાં આવ્યા હતા અને આમ તેઓ આંડેગાના રહેવાસી દુર્ગેશ્વરી મરકામના પરિવારના સભ્યોએ સૌપ્રથમ પહેલા ગામના રજનસિંહ સલામ સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જ્યારે તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે બન્નેની સગાઈ થઈ ગઈ હતી અને દુર્ગેશ રહેવા માટે તેમના ઘરે પણ આવી ગઈ હતી પણ થોડાક જ સમય પછી તે બંનેના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો અને તે દરમિયાન રજનસિંહને આંવરી સન્નો બાઈ ગોટા નામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.

આમ રજન સિંહને તથા તે યુવતીને પ્રેમ ખૂબ જ વધી ગયો હતો અને તેમના દ્વારા તે યુવતી ગર્ભવતી પણ થઈ ગઈ હતી આમ તેમને પણ એક પુત્રીને જન્મ આપ્યો તે વખતે જ્યારે આ બાબતની ગામના લોકોને જાણ થઈ ત્યારે સમાજમાં તેમના વિશે અલગ-અલગ વાતો પણ થવા લાગી હતી અને તેના આધારે રતનસિંહ પોતાના પરિવાર સાથે સમગ્ર બાબતની જાણ કરી હતી અને આમ સમાજમાં એક બેઠક થઈ તેમાં સમાજ તે બંને યુવતીઓ સાથે લગ્ન કરવાની મંજૂરી આપી હતી અને બંને ને પણ એકબીજા સાથે રહેવામાં કોઈ જ વાંધો ન હતો તેથી રજનસિંહ તે બંને સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

જ્યારે તે યુવક બંને યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેમને કંકોત્રી છપાવી હતી અને તેમાં બન્ને યુવતી ના નામ પણ લખવામાં આવ્યા હતા. આદિવાસી સમાજના ઉપાધ્યક્ષશ્રી સોનુ રામ મંડળીએ જણાવ્યું હતું કે તેઓએ સમાજ તથા પરિવારની પરવાનગી લીધા પછી જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, અને તેમાં કંકોત્રી છપાવવા માં આવી હતી જેમાં બન્ને યુવતી ના નામ લખ્યા હતા આમ આ લગ્નમાં ઉમલા સહિત આસપાસના 500થી 600 લોકો તેમને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *