પ.બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં આવી છે મોટી મુશ્કેલી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં આવી શકે છે… Gujarat Trend Team, July 9, 2022 રાજ્યમાં આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે ખૂબ મોટી આગાહી જાહેર કરી છે હોમ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ મોટાભાગના સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી જોવા મળે છે જ્યારે અમુક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે 8 જુલાઈના રોજ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેની હવામાન વિભાગ એ અગાઉ આગાહી પણ જાહેર કરી હતી. હવામાન વિભાગને જણાવ્યું અનુસાર ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે જો અમદાવાદની વાત કરે તો અમદાવાદમાં ગઈકાલે ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો જ્યાં બે ઇંચ થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો હાલ ત્યાં પણ મેઘરાજાએ પોતાની કહેર જમાવી રાખી છે. જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા અમરેલી ભાવનગર જવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વિભાગે વ્યક્ત કરી છે જ્યારે અગાઉની ભાગે 9 જુલાઈ અને 10 જુલાઈ થી ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરી હતી પરંતુ અત્યારે 11 જુલાઈ અને 12 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે જ્યારે 12 જુલાઈએ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં હાલ લો પ્રેશર સર્જાવાને કારણે સમગ્ર રાજ્યમાં મોટી આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડશે અને આ દરમિયાન અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે. અમદાવાદમાં આઠ જુલાઈ થી લઈને આગળના દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી છે જ્યારે સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર જવા વિસ્તારોમાં હવામાન વિભાગે ખૂબ સારો વરસાદ પડે તેવી આગાહી જાહેર કરી છે. તો છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાની તપાસ કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં 24 કલાકમાં 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બીજી બાજુ કપડામાં આઠ ઇંચ થી વધારે વરસાદ જોવા મળ્યો હતો. સમાચાર