મોડી રાતે ખેતરે પાણી વાળવા ગયેલા ખેડૂતને ખુબ ઠંડીને લીધે શરદી થતાં ધ્રુજીને થયું એવું મોત કે,જોઇને ગામના લોકો પણ ડોળા ફાડી ગયા..!!

શિયાળાની ઋતુ ચાલુ થતા જ લોકો શિયાળાની કડકતી ભડકતી ઠંડીની મજા લઇ રહ્યા છે. લોકો આવી ઠંડીમાં બહાર નીકળીને વાતાવરણની મોજ લઈ રહ્યા છે. પરંતુ ક્યારેક આ ઠંડી જીવલેણ પણ બની જાય છે. ઠંડીને કારણે ગંભીર ઘટનાઓ પણ બની રહી છે. હાલમાં પણ આવી એક ઘટના સામે આવી છે.

આ ઘટના મેજા કોતવાની વિસ્તારમાં આવેલા પરણીપુર ગામમાં રહેતા ખેડૂત સાથે બની છે. ખેડૂત ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. પરિવારમાં રહેતા ખેડૂત નાનકાઉ ભરતિયા તેમની ઉંમર 54 વર્ષની હતી. તેઓ પરિવારમાં તેમના પતિ અને દીકરા સાથે રહેતા હતા. દીકરો પ્રદીપકુમાર તેના પિતાને અવારનવાર ખેતી કામમાં મદદ કરતો હતો.

તે દરરોજ ખેતરે પોતાના પિતા સાથે પાણી વાળવા માટે જતો હતો. ખેતરમાં ઘઉંનો પાક કર્યો હતો. દર વર્ષે તેઓ પોતાના ખેતરમાં ઘઉંનો પાક ઉગાડીને ખૂબ જ સારું એવું વાવેતર કરતા હતા. જેના કારણે એક દિવસ રાતનો સમય થતાં પિતા દીકરો ખેતરે વાવેલા ઘઉંના પાકને પાણી પાવા માટે ગયા હતા. તેઓ ખેતરમાં પાણી વાળી રહ્યા હતા.

તે સમયે વાતાવરણ પણ ખૂબ જ ઠંડું હતું. શિયાળાની ઋતુ ચાલી રહી હતી. જેના કારણે ઠંડી પણ ખૂબ જ પડી રહી હતી અને આવી ઠંડીમાં પિતા દીકરો પાણી વાળી રહ્યા હતા. તે સમયે અચાનક જ પાણી વાળી રહેલા નાનકાઉ ભરતીયાને શરદી થઈ ગઈ હતી. શરદી થતા તે ખૂબ જ ઝડપથી ધ્રુજવા લાગ્યા હતા.

તેને ઠંડીને કારણે શરીરમાં ધ્રુજારી આવી ગઈ હતી. જેના કારણે તેમણે તરત જ પોતાના દીકરાને તાપણું કરવાનું કહ્યું હતું પરંતુ બંને ખેતરમાં વચ્ચે હોવાને કારણે દીકરો ગામ ખેતરના પાળેથી લાકડીઓ અને તાપણું કરવા માટે બાકસ લેવા માટે ગયો હતો. નનકાઉ ભાઈને ખૂબ જ શરદી થઈ ગઈ હતી અને તેને ઠંડી પણ ખૂબ જ લાગી રહી હતી.

જેના કારણે તેઓ જે જગ્યા પર બેઠા હતા ત્યાં ઢળી પડ્યા. દીકરો થોડો સમય થતાં લાકડી અને તાપણું કરવા માટે બાકસ લઈને પિતા પાસે પહોંચ્યો હતો ત્યારે તેમણે જોયું તો તેમના પિતા બેભાન થઈ ગયા હતા. જેના કારણે તેમણે તરત જ ગામમાં તેમના સગા સંબંધીઓને તેમના પિતા આ બેભાન થઈ ગયાનું જણાવ્યું હતું.

જેના કારણે સગા સંબંધીઓ ખેતરે પહોંચ્યા હતા. દરેક લોકોએ જોયું તો નનકાઉ ભાઈ બેભાન નહીં પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના શ્વાસ અટકી ગયા હતા. ભાઈના મૃત્યુની જાણ પરિવારને થતા તેઓ ખૂબ જ રડી રહ્યા હતા. અને દીકરો આઘાતમાં આવી ગયો હતો તેમના ખેતરમાં પિતા સાથે હોવા છતાં તે કશું કરી શક્યો નહીં.

તેમ વિચારીને તે પોતાનું ભાન ભુલાવી બેઠો હતો. ત્યારબાદ નનકાઉ ભાઈના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામના લોકો ખૂબ જ શોકમાં આવી ગયા હતા. ગામના લોકો આવી ઠંડીમાં ગામમાં બોનફાયરની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી રહ્યા હતા અને ખેડૂતના મૃત્યુને કારણે આસપાસના વિસ્તારોમાં પણ લોકો ઠંડીને કારણે ડરી રહ્યા હતા. દરેક વિસ્તારમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે દરેક લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *