સમાચાર

આ શું થવા બેઠું છે? પાંચ દિવસ સુધી વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

રાજ્યમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્ય આખુ શીતલહેરોથી ઠુઠવાયુ છે તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 5 જાન્યુઆરીથી કમોસમી વરસાદ વરસશે. મહેસાણા, પાટણ, કચ્છ, અમદાવાદમાં વરસાદ પડી શકે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે

રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયુ છે રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. જેને લઇને ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. ખેડૂતોને મહામૂલો પાક પલળી ન જાય તે પ્રકારે પાકનો સંગ્રહ કરે . તેજ ગોડાઉનમાં ખુલ્લો પડેલો મોલ પલળી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.

પશ્ચિમી વિક્ષેપોના લીધે કમોસમી વરસાદ પડશે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે.તેમજ અરવલ્લી, મોડાસા, અમરેલી, કચ્છમાં પણ કમોસમી વરસાદ પડશે.જ્યારે ભાવનગર, રાજકોટ, જામનગર સહિત માવઠાની શક્યતા છે.રાજ્યમાં 6 જાન્યુઆરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.વાદળછાયા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *