સમાચાર

ભારતમાં ક્યારે આવશે કોરોના ની ત્રીજી લહેર??

ભારતના અમુક વૈજ્ઞાનિકો દ્વારા કોરોના ની ત્રીજી લહેર ની તારીખ કહેવામાં આવી છે કોરોના ની ત્રીજી લહેર કોરોના ની ત્રીજી લહેર બાબતે ભારતીય અને અમેરિકાના વૈજ્ઞાનિકોનું અલગ-અલગ માનવું છે. પણ બંને બાજુથી જણાવવામાં આવ્યું છે કે ઓમીક્રોન ડેલ્ટા વેરિયન્ટ થી ઓછો ગંભીર છે.

ભારતમાં કોરોનાવાયરસ ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે તેની વચ્ચે દરેક લોકોને તે જાણવું છે કે આ કોરોના ની લહેર ગયા કોરોના ની લહેર કરતા વધુ ભયાનક હશે?? શું આ વખતે કોરોના ની ત્રીજી લહેરમાં વધારે મૃત્યુ થશે?? આ કોરોના ના કેસ ક્યારે પૂરો થશે? ભારત અને અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ આ કોરોના ની ત્રીજી લહેર વિશે અમુક અનુમાન લગાવ્યા છે.

કોરોના ની ત્રીજી લહેર ક્યારે આવશે? અમેરિકા ના શોધકેન્દ્ર ના આઈએચઈમઈ ના નિર્દેશક ર્ડો ક્રિસ્ટોફર મુરે એ ભવિષ્યવાણી કરી છે કે ભારતમાં કોરોના ની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં આવશે અને આ લહેર અગાઉ કરતા ખૂબ જ વધુ ભયાનક હશે જો ભારતમાં કોરોના ની ત્રીજી લહેર આવશે તો દિવસના પાંચ લાખથી ઉપર કેસ જોવા મળશે.

ભારતીય વૈજ્ઞાનિકો ના અનુમાન આધારિત આઈટીઆઈ કાનપુરના પ્રોફેસર મણિન્દર અગ્રવાલ નું અનુમાન અમેરિકા ના વૈજ્ઞાનિકો કરતા અલગ છે. તેઓ કહે છે કે જાન્યુઆરીમાં જ કોરોના ની ત્રીજી લહેર આવશે અને આ લહેર ખૂબ જ ભયંકર હશે, કેસ પણ વધારે આવશે પરંતુ આ લહેર ખૂબ જલ્દી પૂરી થઈ જશે. માર્ચમાં આ લહેર એકદમ પૂરી થઈ જશે.

આ શહેરમાં પહેલા આવશે કોરોના ની ત્રીજી લહેર પ્રોફેસર મણિન્દર અગ્રવાલ ના કહેવા મુજબ કોરોના ની ત્રીજી લહેર દિલ્હી,મુંબઈ, કોલકાતા માં જોવા મળશે આ શહેરો માં જાન્યુઆરી ના એન્ડમાં કોરોના ની સંખ્યા ની કેસમાં ઘટાડો જોવા મળશે આથી ઓમીક્રોન થી ડરવાની જરૂર નથી.

નવા કેસમાં 12.5 ટકાનો વધારો થયો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 1,79,723 કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 35,707,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 7,23,619 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.29% થયો છે.

કોરોનાને માત આપનારાની સંખ્યા 34,500,172 થઈ છે. એક દિવસમાં 46,569 લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરાનાથી છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં 483,936 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 4,033 થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *