મુસ્લિમ મહિલાઓ જૈન લોકોના ઘરે મકાન વેચવાનું છે એમ કેમ કહે છે,

સુરતમાં મકાન ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓને આગળ કરવામાં આવી રહી છે. ગોપીપુરા વિસ્તારમાં જૈન લોકોના ઘરે મકાન વેચવાનું છે તેમ ઈરાદાપૂર્વક પૂછપરછ કરવા માટે મુસ્લિમ મહિલાઓને મોકલવામાં આવી રહી છે. લોકો મકાન ખાલી કરીને જાય તે માટે આ પ્રકારે હેરાન ગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. ભાવિન શાહ નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરથી લઈને ગૃહમંત્રી સુધી આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે પોલીસ અને સ્થાનિક રહીશો દ્વારા ભાવિન શાહના આક્ષેપને નકારવામાં આવી રહ્યા છે.

મને ફ્લેટ વેચવાની ધમકીઓ મળતી હતી: મકાન માલિક ભાવિન શાહે કહ્યું કે, મેં સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો હતો. સોસાયટીમાં કેટલાક લોકો ષડયંત્ર રચે છે. મને ફ્લેટ વેચવાની ધમકીઓ મળતી હતી. આ મામલે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બે મુસ્લિમ મહિલા દેખાય છે, જે પૂછે છે મકાન વેચવાનું છે. ત્યારે આ મામલે મકાન માલિક રોષે ભરાય છે. અને કહે છે કે અહીં કોઈ મકાન વેચવાનું નથી. આ રીતે પૂછપરછ કરવા આવવું નહીં.

કંઈક આ પ્રમાણે ની થઈ હતી વાતચીત મહિલાઃ ક્યા આપ કો ઘર બેચને કા હૈ? મકાન માલિકઃ બિલ્ડીંગમાં કોઈ ફ્લેટ બેચને કા નહિ હૈ, આપકો કિસને ભેજા ઈધર મહિલાઃ હમ કો પતા ચલા મકાન માલિકઃ એસે આને કા હી નહિ, બિના કિસી કો પૂછે, કોઈ ઘર બેચને કા નહિ હૈ મહિલાઃ તેરા ઘર બેચને કા હૈ કી નહિ, વો બતા. બિલ્ડીંગ કી ફિકર મત કર. તુ ચિંતા મત કરી બિલ્ડીંગ કી યોગ્ય કાર્યવાહી કરવાની આપી છે બાંહેધરી હવે આ મામલે ગૃહમંત્રીએ તપાસ બાદ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, અશાંતધારો લાગુ હોવા છતા મકાન વેચવા માટેની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે સુરત પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસ બાદ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરીશું આ મામલે તપાસ કરતા જાણવા આ ફ્લેટની અંદર 15 જેટલા મકાનો આવેલા છે. તે જૂના ફ્લેટ છે. તેની આજુબાજુ મુસ્લિમ સમાજની વસ્તી છે. આ ફ્લેટમાં લીફ્ટ ચાલતા નથી. તેથી ઘણા લોકો મકાન વેચવા માટે જાતે કન્વીન્સ છે. એટલા માટે આ લોકોએ અશાંત ધારાના કારણે તેમના મકાનો વેચવાની પ્રોસેસ ચાલુ કરી છે.

આ મામલે પોલીસે ભૂતકાળમાં તપાસ કરી છે. આ મામલે તપાસ કરવામાં આવી છે તેમાં જાણવા મળ્યું છે કે, વીડિયોમાં એક બેન મકાન વેચવાનું છે તેવું પૂછતાં જણાય છે. આ બેનની ઓળખ થઇ નથી. પણ પ્રાયમરી હકીકત એવી જણાય છે કે આ મકાન વેચવાના હોવાથી લોકો અહિયાં પૂછપરછ કરવા માટે આવે છે. પણ આ વિસ્તારમાં મકાન વેચવા માટે દબાણ કરવામાં આવતું હોય તેવું હકીકત પોલીસને મળી નથી. આ મામલે રહીશોએ પણ કહ્યું છે કે, અમે અમારી મીલકત સામેથી વેચવા માગીએ છીએ તેવું તેમને જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.