લેખ

યુવક મહિલાને કરતો હતો દબાણ પરિણીતાએ ઘરે બોલાવ્યો અને પછી તો…

દરરોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આજે પણ એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેની વિગતો ચોંકાવનારી છે. પરિણીતાને એક યુવક બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો. અને પરિણીતાએ તેને ઘરે મળવા બોલાવ્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદનો 25 વર્ષીય યુવક પરિણીતાના એક તરફી પ્રેમમાં હતો. યુવક પરિણીતાને વારંવાર પ્રેમસંબંધ માટે દબાણ કરતો હતો.

અમદાવાદના આંતરિયાળ વિસ્તારમાં કચરા પેટીમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકની હત્યા કરીને લાશ કચરાપેટીમાં ફેંકી દીધી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં, એક તરફી પ્રેમીની હત્યાના ગુનામાં પોલીસે આરોપી અને બે મદદગાર સહિત ત્રણની ધરપકડ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદના અંતરિયાળ વિસ્તારનો 25 વર્ષીય યુવક પરિણીતાના એક તરફી પ્રેમમાં હતો. યુવક પરિણીતાને વારંવાર  માટે દબાણ કરતો હતો. યુવકની હરકતોથી કંટાળી પરિણીતાએ પોતાના પતિને વાત કરી હતી. આથી પતિના કહેવા પ્રમાણે પરિણીતાએ યુવકને મળવા માટે ઘરે બોલાવ્યો હતો. યુવક ઘરે આવતાં પતિએ યુવકને ગળે ફાંસો આપીને હત્યા કરી નાંખી હતી.

યુવકની હત્યા કર્યા પછી લાશ છેવાડાની કચરા પેટીમાં ફેંકી દીધી હતી. જોકે, કચરા પેટી માંથી લાશ મળી આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને તપાસમાં પરિણીતાના પતિએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ગુનામાં પરિણીતાના પતિ અને અન્ય બે મદદ કરનારાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના છેવાડાના વિસ્તારની બનેલી આ ઘટના છે. અહીં રહેતી 25 વર્ષીય યુવતી અંજુ જોગી (નામ બદલાવેલ છે.) ના લગ્ન એક વર્ષ પહેલાં જ મનું જોગી (નામ બદલાવેલ છે.) સાથે થયા હતા. મનુ બહાર કામ માટે જતો હતો. તેને આવતા ક્યારેક અઠવાડિયું પણ થઈ જતું હતું.

બાજુના જ વિસ્તારમાં રહ્યો પ્રવીણ (નામ બદલાવેલ છે.) અવાર નવાર ત્યાંથી પસાર થતો હતો. તે ત્યાંથી નીકળતો ત્યારે ખરાબ ઈશારા પણ અંજુ સામે કરતો હતો. શરૂઆતમાં તો અંજુએ ખાસ કંઇ ધ્યાન આપ્યું નહિ. પરંતુ ધીમે ધીમે તેની હરકતો વધવા લાગી હતી. આ જોઈ અંજુ કંટાળી હતી. પોતાની સાસુને વાત કરી શકે એમ નહોતી. તેથી તેણે પોતાના પતિને કહેવાનું ઉચિત માન્યું. અને એક દિવસ જ્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે અંજુએ બધી વાત વિગતે કરી.

આ બાબતે શું કરી શકાય તે વિશે તેના પતિએ વિચાર્યું અને પછી તે બહાર ચાલ્યો ગયો. એકાદ કલાક વીત્યા બાદ તે પાછો આવ્યો ત્યારે અન્ય બે વ્યક્તિઓ તેની સાથે હતી. તેમને બાજુના રૂમમાં બેસાડી તે અંજુ પાસે આવ્યો. અને એક નંબર આપ્યા અને અંજુને ફોન લગાવવાનું કહ્યું. તે નંબર પ્રવીણ ના હતા. અંજુને તેના પતિએ કહ્યું હોવાથી તેણે પ્રવીણ ને ઘરે પોતે એકલી છે અને મળવા માંગે છે માટે ઘરે આવવા કહ્યું. થોડીવાર પછી પ્રવીણ ત્યાં આવી પહોંચ્યો. જ્યાં અંજુ તેને અંદરના ઓરડામાં લઈ ગઈ. તેને બેડ પર બેસાડ્યો ત્યાં જ અંજુનો પતિ અને તેના બીજા બે મદદગાર ત્યાં આવી પહોંચ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *