યુવક નોકરી કરી રહ્યો હતો અને અચાનક જ પોતાના ફોનમાં આવ્યો એવો SMS કે યુવક તરત તો તરત જ પોલીસ સ્ટેશને દોડતો થઈ ગયો, SMS જોઈને તો યુવકનો શ્વાસ અધર થઈ ગયો…

આજકાલના આ સોશિયલ મીડિયા યુગ એટલો બધો આગળ વધી રહ્યો છે કે ટેકનિકલ બધી જ જાણકારી વ્યક્તિને અત્યારે હોવી જરૂરી બની ગઈ છે, ટેકનિકલ સુવિધામાં એટલો બધો વધારો થયો છે તે તમે ઘરે બેઠા બેઠા એક વ્યક્તિના ફોનમાંથી બીજી વ્યક્તિના મોબાઇલમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો, અને સેકન્ડોમાં જ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જતા હોય છે ત્યારે આવી જ એક ઘટના અત્યારે સામે આવી છે જ્યાં યુવક પોતાની નોકરી કરી રહ્યો હતો અને અચાનક જ પોતાના મોબાઈલમાં એક એસએમએસ આવ્યો અને જોઈને તે તો ચોંકી ઉઠ્યો.

આ સમગ્ર ઘટના રાજસ્થાનના અજમેરમાંથી સામે આવી છે જ્યાં વિજયનગર પાસે એક યુવક પેટ્રોલ પંપ ઉપર પોતાની નોકરી કરી રહ્યો હતો અને અચાનક જ પોતાના મોબાઈલ ફોન ઉપર એક એસએમએસ આવ્યો, પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ છે તેવી ઘટના પોલીસ અધિકારીને જણાવી હતી યુવકનો આરોગ એ છે કે તેણે અત્યાર સુધીમાં એક પણ વખત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જ નથી કર્યો છતાં પણ તેના બેંક એકાઉન્ટમાંથી ક્રેડિટ કાર્ડ દ્વારા 2.64 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

મેસેજ આવ્યો ત્યારે યુવકને તો કંઈ ખબર જ ન રહી કે આ શેના અંગે મેસેજ આવ્યો છે અને જ્યારે ખબર પડે ત્યારે બે લાખ ૬૪ હજાર રૂપિયા બેંકમાંથી ઉપડી ગયા હતા. આ જોતા સાથે જ યુવક તરત તો તરત જ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા દોડતો થઈ રહ્યો હતો. પોલીસ અધિકારીઓ પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.

કુંદીયા ખુર્દ ભીલાવાડા રાજુ શર્મા પુત્ર મધુલાલ શર્મા જે 28 વર્ષનો છે તેમની વિજયનગરમાં સ્ટેટ bank of india માં મેઇન રોડ ઉપર આવેલા બ્રાન્ચમાં તેનું સેવિંગ ખાતું છે જ્યાં છ મહિના પહેલા જ તેને સામેથી ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું હતું. યુવો કે ક્રેડિટ કાર્ડ માગ્યું ન હતું છતાં પણ તેને ક્રેડિટ કાર્ડ આપ્યું હતું યુવકે અત્યાર સુધીમાં ક્યારેય પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો.

6 ઓક્ટોબરના રોજ અચાનક જ ખાતામાંથી બે લાખ ૬૪ હજાર રૂપિયા ઉપડી ગયા હતા જે જોઈને યુવક નો શ્વાસ તો અધર ચડી રહ્યો હતો બેંક વાળાને જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે ક્રેડિટ કાર્ડ એજન્સી વાળાએ છેતરપિંડી કરી હોઈ શકે તેવી શક્યતા છે, જેના કારણે યુવકે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાવી અને અત્યારે ગુનો નોંધીને પોલીસ અધિકારીઓ આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *