વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી? ગાંધીનગરમાં પોલીસ કર્મી પર કાર ચડાવી…

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી હવે વધી રહી છે. જેની અંદર ગાંધીનગર પોલીસે યુવરાજ સામે કેસ નોંધ્યો છે. આ બાબતે પોલીસે કહ્યું હતું છે કે યુવરાજસિંહે પોલીસ પર કાર ચડાવવા પ્રયાસ કર્યો હતો. સાથે સાથે યુવરાજના મોબાઈલ રેકોર્ડ પણ ચેક કરવામાં આવશે. યુવરાજસિંહ વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોંચ્યા હતા ત્યારે આ આખો બનાવ બન્યો હતો.

મહત્વની વાત તો એ છે કે આ ઘટના યુવરાજસિંહના કેમેરામાં જ રેકોર્ડ થઈ ગઈ છે. તેના કારણે યુવરાજસિંહને પકડી પાડવામાં આવ્યો છે. તથા પોલીસે કહ્યું હતું કે કોઈ વિદ્યાર્થી ઉશ્કેરાઈને પગલું ભરશે તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. અને પેપરલીક કેસમાં પણ પોલીસ કાર્યવાહી કરવાનું શરુ કરશે.

આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધીને તેમને પકડી પાડવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસે મીડિયાને જાણકારી આપતાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પોલીસે સમજાવીને કહ્યું હતું કે વિધાનસભાના ગેટ પર રસ્તા પર એકઠા થવું નહિ. પરંતુ તેઓ માન્યા નહીં એટલે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની પોલીસે પકડ્યા અને એસપી કચેરીએ લઇ જવામાં આવ્યા.

યુવરાજ સિંહ સામે કલમ 307 અને કલમ 322 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અત્યારે તો યુવરાજ સિંહ અને દીપક ઝાલા તે સ્થળે હતા. અને અટકાયત કરેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને જ્યાં રખાયા હતા ત્યાં આવીને યુવરાજ સિંહે તેમને ઉશ્કેરવાનો પપ્રયત્ન પણ કર્યો હતો. પોલીસે યુવરાજ અને દીપક ઝાલાને અટકાવ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસે યુવરાજ સિંહને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ગાડી રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવરાજે પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. આ આરોપમાં યુવરાજ ઉપર કલમ 307 અને કલમ 322 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને સાથે સાથે 55 ઉમેદવારો એવા છે જે ટેટ અને ટાટ પાસ છે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે. ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ તેના વિશે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.